________________
જ્ઞાનાવરણીયનું વર્ણન
વિશેષોપયોગે કૃપાની :
પરોક્ષ
પ્રત્યક્ષ
મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવ કેવલજ્ઞાન ૨૮ ૧૪ ૬
૨
૧ કુલ જ્ઞાનના પ૧ ભેદ છે.
જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મનું વર્ણન एसिं जं आवरणं, पडुव्व चक्खुस्स तं तयावरणं । दंसण चउ पण निद्दा, वित्तिसमं दंसणावरणं ॥ ९ ॥
શબ્દાર્થ : કિં = એ પાંચ જ્ઞાનોનું, પડુત્ર = પાટા જેવું, પણ = પાંચ, વિત્તિ = દ્વારપાળ.
ગાથાર્થ આ પાંચ જ્ઞાનોનું આવરણ કરનાર કર્મ તે જ્ઞાનાવરણ કર્મ છે. તે ચક્ષુના પાટા જેવું છે. ચાર દર્શનાવરણ અને પાંચનિદ્રા એમ દ્વારપાળ-પોળીયા જેવું દર્શનાવરણ કર્મ છે. / ૯ /
વિવેચન : જ્ઞાનના પાંચ ભેદ છે. તેથી તેને આચ્છાદન કરનાર કર્મ પણ પાંચ પ્રકારે છે.
(૧) મતિજ્ઞાનાવરણીય કર્મ પાંચ ઈન્દ્રિય અને મનની સહાય દ્વારા મર્યાદામાં રહેલાં રૂપી પદાર્થના થતા વિશેષ બોધને રોકે, ચાર પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન ન થવા દે, જોયેલું-સાંભળેલું-અનુભવેલું ભૂલી જાય કે કિંચિત્ પણ યાદ ન રહે તે, એટલે મતિજ્ઞાનને આવરે તે. અર્થાત્ મંદ-તીવ્ર-ગાઢ વિગેરે આવરણ પ્રમાણે જ્ઞાનગુણ અવરાય. શેષગુણ લયોપશમથી ખુલ્લો રહે.