________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ (૨) શ્રુતજ્ઞાનાવરણીય કર્મ : પાંચ ઈન્દ્રિય અને મનની સહાય વડે શબ્દ પરથી અર્થનો અને અર્થ પરથી શબ્દના થતા વિશેષ બોધને રોકે, ભણવું ન ગમે, ભણેલું ભૂલી જાય, ભણાવતાં ન આવડે તે, ગોખવા છતાં યાદ ન રહે, બીજા વડે સમજાવતા છતાં પદાર્થો સમજાય નહીં તે એટલે તે શ્રુતજ્ઞાનને આવરે તે શ્રુતજ્ઞાનાવરણીય.
(૩) અવધિજ્ઞાનાવરણીય કર્મ : પાંચ ઈન્દ્રિયો અને મનની સહાય વિના ચૌદ રાજલોક અથવા તેના અંશરૂપ-મર્યાદામાં રહેલાં રૂપી પદાર્થોના આત્મસાક્ષાત્ વિશેષ બોધને ન થવા દે તે એટલે અવધિજ્ઞાનને આવરે તે અવધિજ્ઞાનાવરણીય.
(૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ અઢી લીપમાં રહેલા સંશી પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણામ પામેલાં મનોવર્ગણાના પુદ્ગલોના વિશેષ પર્યાયો તે આત્મસાક્ષાતુ. જાણી ન શકે તે એટલે મન:પર્યવજ્ઞાનને આવરે તે મન:પર્યવજ્ઞાનાવરણીય.
(૫) કેવળજ્ઞાનાવરણીય કર્મ: એક સમયમાં સર્વ લોકાલોકના, સર્વ દ્રવ્યોના ત્રણે કાળના સર્વ પર્યાયોને જે કર્મના ઉદયથી જીવ એકીસાથે જાણી ન શકે તે એટલે કેવળજ્ઞાનને આવરે તે કેવળજ્ઞાનાવરણીય.
આમ પાંચ પ્રકારે જ્ઞાનાવરણીયકર્મ છે અને તે ચક્ષુ ઉપર બાંધેલા પાટા જેવું છે. જેમ નિર્મળ આંખ દૂરની વસ્તુ સારી રીતે જોઈ શકે છે પણ આંખ ઉપર પતલા પડવાળો પાટો લગાવેલ હોય તો કેટલુંક જોઈ શકે અને કેટલુંક નહીં અને જાડા પડવાળો પાટો હોય તો કંઈક જોઈ શકે અને ગાઢ પાટો હોય તો જરાક જોઈ શકે. તેમ જ્ઞાનાવરણીકર્મનો જેટલો ક્ષયોપશમ વધારે તેટલું જ્ઞાન વધારે અને જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ ઓછો તેટલું જ્ઞાન ઓછું થાય છે. આમ જ્ઞાનને આવરણ કરનાર કર્મનો સ્વભાવ આંખે બાંધેલા પાટા જેવો કહ્યો છે.