________________
કેવલજ્ઞાનનું વર્ણન
પ૩ (૪) અનંત : કેવલજ્ઞાનથી જોય ભાવો અનંતા છે. તેમજ અપર્યવસિત અનંતકાળ રહેનારું છે માટે. એટલે અંત વિના અનંતકાળ રહેનારું છે.
(૫) નિર્વાઘાત : લોક-અલોકના પદાર્થોનું જ્ઞાન કરવામાં કોઈ પદાર્થ વ્યાઘાત-સ્મલના કરી શકતું નથી. '
(૬) એક : કેવલજ્ઞાન હોય ત્યારે બીજા છાપસ્થિક જ્ઞાન તેમાં અત્તભૂત થાય છે. એટલે તે હોય ત્યારે બીજા જ્ઞાન ન હોય માટે એક.
કેટલાકના મતે - મતિ આદિ જ્ઞાનો હોવા છતાં વિવક્ષા કરી નથી. જેમ સૂર્યના પ્રકાશમાં ગ્રહ-નક્ષત્ર-તારા અને ચંદ્રનો પ્રકાશ અન્તભૂત થાય છે તેથી હોવા છતાં દિવસે નથી એમ કહેવાય છે. તેમ મતિ આદિ આંશિક જ્ઞાનો નિરુપયોગી હોવાથી હોવા છતાં નથી એમ કહેવાય છે.
કહ્યું છે કે, अन्ने आभिणिबोहियणाणाईणि जिणस्स विजंति । अफलानि य सूरुदए जहेव नक्खत्तन्तमाईणि ।।
(૧) આત્માનો જ્ઞાનગુણ એક છે. તેના ઉપર આવરણ આવવા છતાં ખુલ્લાં રહેલા અંશરૂપ જ્ઞાનને મતિ આદિ નામ આપવામાં આવ્યા છે. આવરણ ચાલ્યા જવાથી આંશિક જ્ઞાન મૂળ જ્ઞાનમાં ભળી જાય છે. તેથી ભિન્ન રહેતાં નથી માટે કેવલજ્ઞાન હોય તો મતિ આદિ જ્ઞાનો હોય નહીં. માટે કેટલાક કહેવાય છે.
(૨) બાર ગુણ. સુધી આવરણ કર્મનો ક્ષયોપશમ થાય એટલે આંશિક જ્ઞાનો ક્ષયોપશમના અનુસારે હોય.
હવે પાંચ જ્ઞાનાવરણ કર્મ ૧૨મા ગુણ. ના અંતે ક્ષય થાય તેથી ૧૩માં ગુણ૦માં પાંચ જ્ઞાન પરિપૂર્ણ થાય. પરંતુ કેવલજ્ઞાન રૂપી સૂર્યના પ્રકાશમાં અંતભૂત થવાથી ઉપયોગી ન હોવાથી પાંચ જ્ઞાન હોવા છતાં