________________
૫૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
કેટલાક સંયમીને જ થાય. આ રીતે સ્વામીની અપેક્ષાએ પણ ઉંચા અધ્યવસાયવાળાને જ થાય. તેથી પણ ચડીયાતું છે. માટે મન:પર્યવ જ્ઞાનનો ક્રમ ઉપર બતાવ્યો છે.
કેવલજ્ઞાન : એક સમયમાં જગતના સર્વદ્રવ્યો (છએ દ્રવ્યો) ના ત્રણે કાળના સર્વ પર્યાયનું સંપૂર્ણ જ્ઞાન તે.
જેમ પ્રદર્શન હોલમાં અથવા લાઈબ્રેરી હોલમાં ગયેલાને સામે રહેલા સર્વ પદાર્થો એક સાથે દેખાય, તેમ જગતના સર્વ દ્રવ્યના સર્વ ભાવો એકી સાથે દેખાય-જણાય. છતાં સામે રહેલા સર્વ પદાર્થો દેખાવા છતાં વર્ણન અનુક્રમે કરી શકાય. કારણ કે “વાળી ક્રમાનુસારણી” ના ન્યાયે કેવલી ભગવાન પણ કેટલાક અભિલાખ ભાવોનું વર્ણન કરે.
વળી કેવલજ્ઞાનથી જોય ભાવો અનંતા છે. તેમાંના કેટલાંક ભાવો એવા છે જે કેવલજ્ઞાનથી જાણી શકાય, પરંતુ જગતમાં ઉપમારહિત હોવાથી તેનું વર્ણન કરે નહિ તે અનભિલાપ્ય ભાવો કહેવાય.
જેમ ગોળ અને ખાંડની મિઠાશ સમજી શકાય છે. કંઈક ભિન્ન છે છતાં કહી શકાતી નથી. તેમ પદાર્થના અભિલાપ્ય અને અનભિલાખ એમ બે પ્રકારના ભાવો-શૈય ભાવો અનંતા છે. તેમાં અભિલાપ્યભાવો કરતાં અનભિલાપ્યભાવો અનંતગુણા છે. તે અભિલાપ્ય કહી શકાય તેવા પણ અનંતા છે. તેનો અનંતમો ભાગ જ કેવલી ભગવાન કહે છે.
કેવલજ્ઞાનનાં પર્યાયવાચી નામ અને તેનો અર્થ આ પ્રમાણે છે.
(૧) શુદ્ધઃ સર્વ આવરણ ચાલ્યા જવાથી જરાપણ મલિનતા નથી તેથી શુદ્ધ.
(૨) સકલ : એકી સાથે પૂર્ણ જ્ઞાન ઉત્પન્ન થાય છે એટલે પ્રથમ થોડું થાય અને ધીમે ધીમે વધતું જાય એવું નથી તેથી સકલ.
(૩) અસાધારણ ? જગતમાં ઉપમા રહિત એટલે તેના સમાન બીજું કોઈ જ્ઞાન નથી માટે અસાધારણ.