________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૪) ચક્ષુરિન્દ્રિયનો વિષય ઉત્કૃષ્ટથી (અપ્રકાશિત) ૧ લાખ યોજન દૂરથી (૫) શ્રોત્રેન્દ્રિયનો વિષય ઉત્કૃષ્ટથી ૧૨ યોજન દૂરથી
વિશિષ્ટ ક્ષયોપશમ હોય તો ઉત્કૃષ્ટથી આલંબન વિના આ પ્રમાણે વિષય જાણવાની શક્તિ હોય. દ્રવ્ય - મતિજ્ઞાની ઉત્કૃષ્ટથી સર્વદ્રવ્યો જાણે, પરંતુ સર્વપર્યાયો નહીં. ક્ષેત્ર - સર્વલોકાલોક ક્ષેત્રને જાણે, પરંતુ તેના સર્વ પર્યાયો નહીં. કાળ - ભૂત, ભાવિ અને વર્તમાનકાળને જાણે, પરંતુ તેના સર્વ
પર્યાયો નહીં. ભાવ - ધર્માસ્તિકાયના અને ઔદયિક ભાવાદિના કેટલાક પર્યાયો
જાણે સર્વપર્યાયોને નહીં.
અર્થાત્ મતિજ્ઞાની આત્મા પૂર્વે આગમ-શાસ્ત્રાદિથી જાણેલ દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવને પોતાના ક્ષયોપશમના અનુસાર જાણે.
શ્રુતજ્ઞાન - (૧) શ્રુતે તિ શ્રુતમ્ | (૨) સાંભળવા વડે જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન.
(૩) શબ્દ ઉપરથી અર્થનું અને અર્થ ઉપરથી શબ્દનું જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન.
(૪) શબ્દોલ્લેખવાળું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. (૫) શાસ્ત્રોનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
જો કે નિગોદાદિ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જીવોને શ્રોત્રેન્દ્રિય નથી. તેથી આ વ્યાખ્યાઓ ઘટે નહીં. એટલે તેઓને દ્રવ્ય શ્રુત હોય નહીં.
પરંતુ ભાવ શ્રુત તેઓને હોય, તેથી નિગોદ આદિ જીવોને જઘન્યથી અક્ષરના અનંતમા ભાગનું જ્ઞાન હોવાથી બે જ્ઞાન કહ્યાં છે.