________________
૩૧
મતિજ્ઞાનનું વર્ણન ઈહા – અંતર્મુહૂર્ત
- અંતર્મુહૂર્ત અપાય - અંતર્મુહૂર્ત
- અંતર્મુહૂર્ત ધારણા - અંતર્મુહૂર્ત
- અસંખ્યાતો કાળ ઉપરના ૨૮ ભેદને બહુ વિગેરે ૧૨ ભેદથી ગુણતાં ૩૩૬ ભેદ થાય. તેમાં ૪ અશ્રુતનિશ્રિતના ભેદ ઉમેરતાં ૩૪૦ ભેદ થાય. બહુ વિગેરેના ૧૨-૧૨ ભેદ આ રીતે લખાય-બોલાય :
(૧) બહુ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૨) અબહુ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૩) બહુવિધ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૪) અબહુવિધ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૫) ક્ષિપ્ર સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૬) અલિપ્ર સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૭) નિશ્રિત સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૮) અનિશ્રિત સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૯) સંદિગ્ધ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૧૦) અસંદિગ્ધ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૧૧) ધ્રુવગ્રાહી સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૧૨) અધુવગ્રાહી સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન આ રીતે ૨૮ ભેદના ૧૨-૧૨ ભેદ બોલવા-જાણવા.
આ રીતે મતિજ્ઞાનના ભેદોનું વર્ણન કર્યું. પાંચ ઈન્દ્રિયની વિષયને ગ્રહણ કરવાની ઉત્કૃષ્ટ મર્યાદા : (૧) સ્પર્શેન્દ્રિયનો વિષય ઉત્કૃષ્ટથી ૯ યોજન દૂરથી (૨) રસનેન્દ્રિયનો વિષય ઉત્કૃષ્ટથી ૯ યોજન દૂરથી (૩) ઘ્રાણેન્દ્રિયનો વિષય ઉત્કૃષ્ટથી ૯ યોજન દૂરથી