________________
મતિજ્ઞાનનું વર્ણન
શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના વિસ્તારથી ૩૩૬ ભેદ છે. તે સમજવા પ્રથમ તેના ચાર-પાંચ-છ-બાર-અઠ્યાવીશ વિગેરે ભેદનું વર્ણન આ પ્રમાણે છે :
ચાર ભેદ : (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અપાય (૪) ધારણા પાંચ ભેદ : (૧) વ્યંજનાવગ્રહ (૨) અર્થાવગ્રહ (૩) ઈહા (૪) અપાય (૫) ધારણા.
૨૫
છ ભેદ : (૧) સ્પર્શેન્દ્રિય મતિજ્ઞાન વિગેરે પાંચ ઈન્દ્રિયો તથા (૬) મન મતિજ્ઞાન એમ છ ભેદ થાય.
બાર ભેદ : (૧) બહુ (૨) અબહુ (૩) બહુવિધ (૪) અબહુવિધ (૫) ક્ષિપ્ર (૬) અક્ષિપ્ર (૭) નિશ્રિત (૮) અનિશ્રિત (૯) સંદિગ્ધ (૧૦) અસંદિગ્ધ (૧૧) ધ્રુવગ્રાહી (૧૨) અવગ્રાહી.
અઠ્યાવીસ અને ૩૩૬ ભેદનું વર્ણન આગળ આપવામાં આવેલ છે. અવગ્રહ ઈન્દ્રિયો વડે વિષયને જાણવો-ઈન્દ્રિયો વડે વિષયને ગ્રહણ કરવો તે.
-
--
અવગ્રહના બે ભેદ છે (૧) વ્યંજનાવગ્રહ (૨) અર્થાવગ્રહ વ્યંજનાવગ્રહ - (૧) વ્યંખ્યતે-પ્રટીયિતે અનેન અર્થ:, ડીપેન घटः इव इति व्यञ्जनम् ।
(૨) વિષય જેના વડે સ્પષ્ટ કરાય તે વ્યંજનાવગ્રહ.
(૩) વ્યંજન વડે (ઈન્દ્રિયો વડે) વિષય (વ્યાન) ગ્રહણ કરાય તે, અહીં એકશેષ સમાસ થવાથી એક વ્યંજન શબ્દનો લોપ થયો. (૪) ઈન્દ્રિયો વડે વિષયને અવ્યક્તપણે જાણવો તે,
એટલે કે ઈન્દ્રિય અને વિષયનો સંન્તિકર્ષ (જોડાણ-સંબંધ) થાય, પરંતુ વ્યક્ત જ્ઞાન ન થાય એટલે સ્પર્શેન્દ્રિયને કંઈક અડકે તો