________________
૨૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
પણ ખ્યાલ ન આવે તે-તે પ્રમાણે બીજી ઈન્દ્રિયોમાં પણ જાણવું.
પ્રશ્ન : વ્યંજનાવગ્રહમાં કંઈ જ્ઞાન થતું નથી, તો જ્ઞાનના ભેદમાં કેમ ગ્રહણ કર્યો ?
જવાબ : પરંતુ વ્યક્ત જ્ઞાન થવામાં સતત અથવા વારંવાર સક્નિકર્ષ એ કારણ બને માટે જ્ઞાનનું કારણ થાય છે. માટે “કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી તે પણ જ્ઞાન કહેવાય.
તે વ્યંજનાવગ્રહ મન અને ચક્ષુ: ઈન્દ્રિય વિના ચાર ઈન્દ્રિયો દ્વારા થાય છે તેથી તેના ચાર ભેદ છે.
ચા પોતાના વિષયને પ્રાપ્ત (સંનિકર્ષ) થયા વિના જ જાણે છે, પરંતુ સંક્નિકર્ષ થયેલાને જાણતી નથી.
જેમ આંખમાં આંજેલ કાજળ, આંખમાં પડેલ તણખલું, આંખમાં નાંખેલ સુરમો, દવા વિગેરે પદાર્થોને આંખ (ચક્ષુ) સાથે જોડાણ થવાથી જાણી શકાતાં નથી તેથી તેનો વ્યંજનાવગ્રહ ન હોય.
વળી મનનો પણ વ્યંજનાવગ્રહ ન હોય. કારણ કે, ઘણાં દૂર રહેલ અથવા વ્યતિત થયેલ પ્રસંગને પણ મન વડે ગ્રહણ કર્યા વિના જણાય છે. એટલે મનને તે પદાર્થ સ્પર્શતો નથી છતાં વિચાર દ્વારા તે પદાર્થનું જ્ઞાન થાય છે - યાદ આવે છે.
આ રીતે વ્યંજનાવગ્રહના ચાર ભેદ જાણવા. અર્થાવગ્રહ - ઈન્દ્રિય વડે વિષયને સામાન્યપણે જાણવું. (૧) મને કંઈક અડક્યું. (૨) મને કંઈક સ્વાદ આવ્યો. (૩) મને કંઈક સુગંધ-દુર્ગધ આવી, (૪) મને કંઈક દેખાયું. (૫) કંઈક અવાજ આવ્યો. (૬) મારે કંઈક પૂછવાનું છે.