________________
૨૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
આ વિષયમાં એક વાર્તા -
એકવાર એક રાજાએ યુવાન મંત્રીઓ અને વૃદ્ધ મંત્રીઓમાં વધારે હોંશિયાર કોણ ? તેની પરીક્ષા કરવા અને મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું કે, મારા મસ્તક ઉપર પગ મૂકે તેને શું દંડ કરાય ? ત્યારે યુવાન મંત્રીઓ બોલ્યા કે – તેને દેહાન્ત દંડ કરાય. તેના શરીરના ટૂકડે ટૂકડા કરાય. પછી વૃદ્ધ મંત્રીઓએ કહ્યું કે તેની ફુલથી પૂજા કરાય. કારણ કે તમારા મસ્તક ઉપર પગ મૂકવાની કોની તાકાત છે ? પરંતુ તમારો પુત્ર જ તમારા મસ્તક ઉપર રમતા રમાડતાં પગ મૂકે, માટે તેની પૂજા કરાય. આ સાંભળી રાજા ખુશ થયો. આ વયની પરિપક્વતાથી જે બુદ્ધિ થાય તે પરિણામિકી છે.
(૪) કાર્મિકી બુદ્ધિ : “કામ (કાર્યો કરતાં કુશળતા આવે.” જેમ સુથાર, લુહાર, કુંભાર, ચિત્રકાર વિગેરે પોતાના કાર્યમાં કુશળ બને તે. અનુભવ વિનાનો ચિત્રકાર સુંદર અને આબેહુબ ચિત્ર ન બનાવી શકે અને વારંવાર પ્રેક્ટીશથી આબેહુબ બનાવે જેમ –
મલ્લિનાથ ભગવાનના વખતમાં કુંભરાજાની ચિત્રશાળામાં મલ્લિકુમારીનું બનાવેલ ચિત્ર જોઈ કુંભરાજાએ પુછ્યું કે આ ચિત્રશાળામાં મારી દીકરી કેમ આવ્યા છે ?
ત્યારે ચિત્રકારે કહ્યું કે, રાજન! એ આપની દીકરી નથી, તેમનું ચિત્ર છે.
સારાંશ કે રાજાને ચિત્ર પણ સાક્ષાત્ જેવું લાગ્યું. આવી ચિત્ર બનાવવાની કળા તે કાર્મિકી બુદ્ધિ. આ ચાર બુદ્ધિ તે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય. હવે કૃતનિશ્રિતમતિજ્ઞાનના ભેદ