________________
૧૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ ગાથાર્થ તે કર્મ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધના ભેદથી મોદકના દષ્ટાંતે ચાર પ્રકારનું છે. તે કર્મ મૂળ પ્રકૃતિરૂપે આઠ પ્રકારે અને ઉત્તર પ્રકૃતિરૂપે એકસો અઢાવન પ્રકારવાળું છે. / ૨ //
વિવેચન : કાશ્મણ વર્ગણા આત્માની સાથે ચોંટે-એકાકાર બને ત્યારે તે કર્મ ફળ આપવાના સ્વભાવરૂપે બને તે પ્રકૃતિબંધ. તેના પ્રકૃતિબંધના મૂળ કર્મના આઠ ભેદ છે અને તેના ઉત્તરભેદ એકસો અઠ્ઠાવન છે. આ દરેક કર્મ બંધાય ત્યારે ચાર સ્વરૂપે બંધાય છે તે અહીં લાડવાના દૃષ્ટાંતથી જણાવે છે.
(૧) પ્રકૃતિબંધ : પ્રકૃતિના ૩ અર્થ છે. (૧) પ્રકૃતિ એટલે કર્મના સ્વભાવનું નક્કી થયું. (૨) પ્રકૃતિ એટલે પ્રકાર અથવા ભેદ. (૩) પ્રકૃતિ એટલે સ્થિતિ, રસ અને પ્રદેશોનો સમુહ તે પ્રકૃતિબંધ.
અહીં પ્રકૃતિ એટલે “સ્વભાવ” અર્થ મુખ્ય જાણવો. કયા કર્મનો કેવો સ્વભાવ છે. એક ઘરમાં રહેતી બધી વ્યક્તિઓના સ્વભાવ જેમ સરખા હોય નહીં, ભિન્ન-ભિન્ન હોય છે તેમ એક આત્મામાં રહેલ દરેક કર્મના સ્વભાવ પણ જુદા-જુદા હોય છે. એટલે આઠેય કર્મના સ્વભાવ જુદા-જુદા છે. મૂળ પ્રકૃતિ સ્વભાવથી ભિન્ન હોય તેમ ઉત્તરપ્રકૃતિ પણ સ્વભાવથી અલગ હોય છે. - પ્રકૃતિ એટલે શુભાશુભ ફળ આપવાનો સ્વભાવ.
કયા કર્મનો કેવો સ્વભાવ છે તે લાડવાના દષ્ટાંતથી સમજાવે છે.
જેમ સૂંઠનો લાડુ વાયુને દૂર કરે છે. જીરૂ આદિનો લાડુ પિત્તને હરે, કફા હારી દ્રવ્યથી બનાવેલ લાડુ કફને હરે, તેમ કોઈ કર્મ જ્ઞાન ગુણને રોકે, કોઈ કર્મ દર્શનગુણને રોકે. આમ દરેક કર્મ અલગ-અલગ ગુણને રોકે છે. આમ અલગ-અલગ ગુણને રોકવાનો સ્વભાવ બંધ