________________
કર્મબંધનું વર્ણન
૧૩ વખતે નક્કી થાય. આ રીતે કર્મના દલિયાનો ભિન્ન-ભિન્ન સ્વભાવ નક્કી થવો તે પ્રકૃતિબંધ કહેવાય.
આ કર્મગ્રંથમાં મુખ્યતયા પ્રકૃતિબંધનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્થિતિબંધ અને રસબંધનું વર્ણન પાંચમા કર્મગ્રંથમાં વિસ્તારથી આવશે.
(૨) સ્થિતિબંધ : સ્થિતિબંધ એટલે કાળનું અવધારણ.
કર્મ બાંધ્યા પછી તે કર્મ આત્મા સાથે કેટલો સમય રહેશે તે કાળનું નક્કી થવું તે સ્થિતિબંધ.
કર્મ બાંધ્યા પછી સત્તામાં કેટલો વખત રહેશે તે સ્થિતિબંધ.
જેમકે ગોળના લાડું એકાદ-બે દિવસ સુધી રહે. બુંદીના લાડુ આઠ-દસ દિવસ રહે અને મેથીના લાડુ એકાદ માસ પણ રહે, તેમ કોઈ કર્મ અંતર્મુહૂર્ત સુધી રહે, કોઈ કર્મ ૮ મુહુર્ત સુધી રહે, કોઈ કર્મ પલ્યોપમ, સાગરોપમ સુધી રહે, કોઈ કર્મ ૨૦ કોડાકોડી સાગરોપમ સુધી રહે, કોઈ કર્મ ૩૦ કોડાકોડી સાગરોપમ સુધી આત્મા સાથે રહે. આ રીતે ભિન્ન-ભિન્ન કાળ નક્કી થવો તે સ્થિતિબંધ છે.
(૩) રસબંધ (અનુભાગબંધ) : રસબંધનું બીજું નામ અનુભાગબંધ છે.
રસબંધ એટલે શુભાશુભ ફળરૂપે, તીવ્ર મંદ આદિ રૂપે અનુભવ કરાવવાની જે શક્તિ તેને રસબંધ કહેવાય છે.
કર્મ બાંધ્યા પછી ઉદયમાં આવશે ત્યારે કેવું ફળ આપશે...? શુભ કે અશુભ? તીવ્ર કે મંદ? એવું જે નક્કી થાય તે રસબંધ.
જેમકે કોઈ લાડવામાં ગોળ વધારે હોય તો તે વધારે ગળ્યો લાગે. ઓછા ગોળવાળો ઓછો ગળ્યો. વળી મેથીના લાડુમાં મેથી વધારે હોય તો વધારે કડવાશવાળો, ઓછી મેથીવાળો હોય તો ઓછી કડવાશવાળો. એમ કોઈ કર્મ તીવ્રરૂપે ઉદયમાં આવે, કોઈ કર્મ નંદરૂપે ઉદયમાં આવે