________________
૧ ૧.
કર્મબંધનું વર્ણન
૬ ગુણસ્થાનકે ૩ હેતુથી કર્મ બંધાય. ૭ થી ૧૦ ગુણસ્થાનકે ૨ હેતુથી કર્મ બંધાય. ૧૧ થી ૧૩ ગુણસ્થાનકે ૧ હેતુથી કર્મ બંધાય.
આ બંધાયેલ કર્મને ભોગવવામાં એટલે કર્મનો ઉદય થવામાં અને ક્ષયોપશમમાં ૫ હેતુ હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ.. (૧) દ્રવ્યહેતુ : કોઈ કર્મનો દ્રવ્યના લીધે ઉદય અને ક્ષયોપશમ થાય
દા.ત. બદામ ખાવાથી બુદ્ધિ ખીલે અને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ
વધુ થાય. મદિરાથી મૂઢતા-જ્ઞાનાવરણીયનો ઉદય થાય. (૨) ક્ષેત્ર હેતુ : કોઈ કર્મ અમુક ક્ષેત્રમાં જાય એટલે ઉદયમાં આવે.
દા.ત. સુરતમાં ઝેરી મેલેરીયા થાય. મુંબઈમાં તબીયત બગડે. આસાતાનો ઉદય થાય, સ્વવતન રૂપ દેશમાં રોગાદિ ઓછા થાય. કાળહેતુ : અમુક કર્મ કાળ પ્રમાણે ઉદયમાં આવે. દા.ત. શિયાળામાં સાંધાના દુઃખાવા થાય, શરદી લાગે, ઉનાળામાં શરીરમાં
ગરમી ફુટે. (૪) ભાવહેતુઃ પરિણામ. દા.ત. ચાલતાં ચાલતાં ઊઠતા-બેસતાં, હસતાં
હસતાં જે કર્મ ઉદયમાં આવે છે. (૫) ભવ હેતુ : અમુક કર્મ અમુક ભવમાં ઉદયમાં આવે. દા.ત.
ગતિ, આનુપૂર્વીનામકર્મનો ઉદય પોતાના ભવમાં જ થાય. આપનો ઉદય તિર્યંચ ગતિની એકે. જાતિ રૂપ ભવમાં હોય. આહારક શરીર નામકર્મનો ઉદય મનુષ્ય ભવમાં જ હોય. આ રીતે કર્મ હેતુથી બંધાય અને હેતુથી ઉદયમાં આવે. પડ્ડ-ફિ-સ-પાસ, તે વેઠ્ઠા મોગા હિÉતા | મૂન-૫૬-૩૨-પારૂ-વનસામેય | ૨ ||
શબ્દાર્થ : મોમાસ = મોદકના, ઢિંતા = દૃષ્ટાંતથી, મૂત્રપટ્ટિ = મૂળ આઠ પ્રકૃતિ, ગવર્નમેયં = ૧૫૮ ભેદોવાળું.