________________
૧૫
મુખ્ય ટાઈટલના ચિત્રનો પરિચય (૧) લોકાલોકરૂપ અનંત ગોળાકાર જગત (૨) ગોળાકારવાળા જગત્માં બિંદુતુલ્ય ચૌદરાજ લોક (૩) ચૌદરાજલોકમાં છ દ્રવ્યો છે. (૪) અનંતા જીવોરૂપ ચેતનવાળુ દ્રવ્ય છે. (૫) તે જીવો (૧) કર્મસહિત (૨) કર્મરહિત બે પ્રકારના છે. (૬) કમરહિત જીવો ચૌદરાજલોકના અગ્રભાગે ૪૫ લાખ યોજન લંબાઈ
પહોળાઈવાળી જગ્યામાં રહેલા છે. આ (૭) કર્મસહિત જીવો-ચૌદરાજમાં સર્વત્ર અનંતા છે. (૮) આ કર્મનું વર્ણન જાણવા આ ગ્રંથ વાંચવો. (૯) કર્મ એ પુદ્ગલ દ્રવ્ય છે. તે સંસારી જીવોને પ્રદેશ પ્રદેશ અનંત
અનંત લાગેલ છે. (૧૦) તે કર્મનો કાળ પાકે ત્યારે જીવને ઉદયમાં આવે છે. (૧૧) તે કર્મના ઉદયવાળો જીવ સંસારી કહેવાય છે.
ચિત્ર પરિચય (પાછળનું ટાઈટલ પૃષ્ટ) આરોહ ( પાછળના ટાઈટલ પૃષ્ટ ઉપર આપેલ ચિત્રમાં આરોહ (ચડવા)નો ક્રમ બતાવેલ છે. તે આ પ્રમાણે.... (૧) ૧લા ગુણસ્થાનકની ઉપશમસમ્યકત્વ પામી સાધો ૪થું, પમું, ૬ઠું
અથવા ૭મું ગુણસ્થાનક પામી શકે છે તે કાળી લીટીથી બતાવેલ
(૨) ૧લા ગુણસ્થાનકની મોહનીયની ૨૮ અથવા ૨૭ પ્રકૃતિની સત્તાવાળો
૩જું ગુણસ્થાનક પામે તે પણ કાળી લીટીથી બતાવેલ છે. (૩) ૧લા ગુણસ્થાનકની મોહ. ૨૮ની સત્તાવાળો ક્ષાયોપશમ સમ્યત્વ
પામી ૪થું ગુણસ્થાનક પામી શકે છે. પછી ૪થા ગુણસ્થાનકથી અનુક્રમે અને સીધો પમું, ૬ઠું અને ૭મું ગુણસ્થાનક પામે તે લાલ
લીટીથી બતાવેલ છે. (૪) ૩જા ગુણસ્થાનકથી મોહનીયની ૨૮ની સત્તાવાળો ૪થું ગુણસ્થાનક
પામી શકે છે તે બ્લ લીટીથી બતાવેલ છે.