________________
ગોત્રકર્મના આશ્રવ
૧૮૧
(૨) પોતાના નાના પણ દોષોને જોનાર. (૩) આઠ પ્રકારના મદ-અભિમાનરહિત. (૪) ભણવામાં આનંદ-ઉત્સાહપૂર્વક રુચિવાળો. (૫) ભણાવવામાં પણ સતત પ્રયત્ન કરવામાં ઉત્સાહ ધારણ કરનાર.
(૬) જિનેશ્વર પરમાત્મા અને પંચમહાવ્રતધારી સાધુઓ પ્રત્યે ભક્તિ-ભાવપૂર્વક વર્તનાર.
(૭) આદિ શબ્દથી પોતાનાથી ગુણમાં અધિક હોય તેઓની તથા જ્ઞાનાદિની ભક્તિ બહુમાન કરનાર ઉચ્ચગોત્ર બાંધે છે.
નીચગોત્રના આશ્રવ : (૧) બીજાના અવગુણ જ જુએ. (૨) પોતાના ગુણોને વારંવાર કહે, વખાણે, તેથી ખુશ થાય. (૩) જાતિ મદ વિગેરેથી અભિમાન કરનાર. (૪) ભણવામાં-કંટાળો લાવનાર. (૫) ભણાવવામાં-ઉત્સાહ વિનાનો. (૬) અન્ય દેવ-ગુરુને સુદેવ અને સુગુરુરૂપે માનનાર. (૭) જિનેશ્વર પરમાત્મા-પંચમહાવ્રતધારી ગુરુ આદિની નિંદા કરનાર
નીચગોત્રકર્મ બાંધે છે. जिणपूआ-विग्घकरो, हिंसाइपरायणो जयइ विग्धं । રૂમ — વિવાળોષ્ય, ત્નિોિ સેવિંદસૂëિ ઘર |
શબ્દાર્થ : વિધરો = વિદ્ધ કરનાર, નય = ઉપાર્જન કરે છે.
ગાથાર્થ ઃ જિનેશ્વર ભગવાનની પૂજાદિમાં અંતરાય કરનાર, હિંસાદિ પાપસ્થાનકમાં આસક્ત જીવ અંતરાય કર્મને ઉપાર્જન કરે છે. આ પ્રમાણે કર્મવિપાક કર્મગ્રંથ દેવેન્દ્રસૂરિ મહારાજાએ લખ્યો છે. (બનાવ્યો છે.) | ૬૧ |