________________
અર્ધી ગયું ફોરમ જગતને, ત્યાગના અનુરાગથી, મોરલો ઉડી ગયો, પણ મધુર કેકારવ થયો, ગીત પૂરું થઈ ગયું, પણ મધુર ગુંજારવ રહ્યો.
કલ્પના ન હતી કે એકાએક પંખી માળો છોડીને ચાલ્યો જશે ઉપાશ્રય સૂનો, શ્રી સંઘ સૂનો બન્યો, સૌના હૈયા સૂના બન્યા. વિશાળ પરિવાર છત્રછાયા વિનાનો બન્યો. નાવિક વિનાનો નો ધારો બન્યો. શાસનનો એક સિતારો ખરી પડ્યો. ૯૬ વર્ષની જિંદગીમાં ૭૭ વર્ષનો દીર્ઘ સંયમ પર્યાય પાળી જીવન સફળ બનાવ્યું.
“મુખડું સદા હસતું હતું, વાત્સલ્ય નીતરતું હતું, જ કરૂણાભરી આંખો થકી, અમૃત સદા ઝરતું હતું,
સ્વાધ્યાયમય જીવન હતું, સમતાભર્યું જે શોભતું, અંતે સમાધિમરણ પણ, માંગલ્ય મહોત્સવનું હતું.”
ઓ ગુરુદેવ ! આપશ્રી જ્યાં બિરાજતા હો ત્યાંથી પરિવાર પર સદા આશીર્વાદ વરસાવશો. અમીદ્રષ્ટિથી જોશો. અને આરાધનામાં સહાય કરશો. શાસનદેવ આપશ્રીના આત્માને સમાધિ અપે, સદ્ગતિભાજક બની પરંપરાએ મોક્ષ સુખના ભોક્તા બનો એ જ અભ્યર્થના...!
ગુરુદેવશ્રીના જીવન ઝરમરને વાંચી હરકોઈ આત્મા સંયમ ધર્મને પામી જન્મ, જીવન અને મરણની ઘટનાને અટકાવનાર બને અને પરમસુખના ભોક્તા બને એ જ અંતરભાવના સહ..!!
લી. સ્નેહયશ પરિવાર