________________
મારવાડ, મહારાષ્ટ્ર, માલવા, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા, ગુજરાત આદિ પ્રદેશોમાં વિચરણ દ્વારા અનેકોના જીવન જાગૃત કર્યા. અનરાધાર વરસતી ગુરુકૃપાથી ગૌરવશાળી, ગિરમાશાળી શાસન પ્રભાવનાના સુકૃતોની હારમાળા સર્જી પાઠશાળા, આયંબિલ ભવન, ઉપાશ્રયો, ઉજમણા આદિથી સંઘને પુરસ્કૃત કર્યા, શાસન સમર્પિતતા, સંઘ સાથે સહૃદયતા, સ્વભાવમાં સૌમ્યતા, વાણીમાં વિનમ્રતા, વિચારમાં વિશદતા કેળવી દીર્ઘ સંયમી બની શાસનમાં નામ રોશન કર્યું.
1918
સ્વાધ્યાય અને ધ્યાન તેમના કવચ, નવકારવાળી તેમની સાહેલી, પરમાત્મભક્તિ તેમનો પ્રાણ હતો. પરોપકારિતા, પ્રસન્નતા, કરૂણાશીલતા, સરળતાના ગુણોથી સૌના લાડીલા બન્યા. મૌન, સમતા અને મરક મરક હસવું એ તો એમની સહજ વિશેષતા હતી. ગુણાનુરાગી અને ગુણગ્રાહી હતા. જેમણે જન્મથી પોતાના માતા-પિતાને ધન્ય બનાવ્યા. દીક્ષા લઈને ગુરુને સમર્પિત બન્યા, સંયમ આપી શિષ્યા-પ્રશિષ્યાઓને, સાધનામય જીવન જીવી આત્માને, આરાધનાનો માર્ગ બતાવી અનેકને ધન્ય બનાવ્યા.
“ધન્ય હો ગુરુદેવ ધન્ય હો !!’’
સિદ્ધક્ષેત્રની પવિત્રભૂમિમાં શ્રી આદીશ્વરદાદાની છત્રછાયામાં સતત ૨૦ વર્ષ આજીવન આરાધના કરી આત્માને મોક્ષ તરફ ઉર્ધ્વગામી બનાવવા સજાગ બન્યા. શિષ્યાઓ ગુરુજીને વારંવાર પૂછતા કે તમે આરાધનામાં છો ને ? એક જ જવાબ કે ‘દાદા મારો એવો હોંશીલો, મને બોલાવે ઘડી ઘડી, મને બોલાવે ઘડી ઘડી, સૌને બોલાવે ઘડી ઘડી !!’’. અને દાદાના ધામમાં, દાદાના ધ્યાનમાં, જાપ કરતાં કરતાં વિક્રમ સંવત ૨૦૬૧ ના કારતક વદ દશમના દિવસે સમાધિપૂર્વક નશ્વરદેહનો ત્યાગ કરી સમાધિ મરણ પ્રાપ્ત
કર્યું.
“ગુરુદેવના ગુણ ગાવા માટે કરી તલાશ,
મળ્યો નહીં શબ્દકોષ, ન થયો સંતોષ.’’ ‘ફૂલ એક ગુલાબનું કરમાઈ ચાલ્યું બાગથી,