________________
દર્શનમોહનીયના આશ્રવ
૧૭૧
શાતા વેદનીયના જે આશ્રવો બતાવ્યા છે તેનાથી વિપરીત (પ્રવૃત્તિવાળો) આચરણ કરનાર જીવ અશાતા વેદનીય કર્મને બાંધે છે. અર્થાત્ અશાતા વેદનીયના આશ્રવો છે. એટલે
(૧) ગુરુજનોની અવજ્ઞા-અપમાન-અવહેલના-અનાદર-તિરસ્કાર કરનારો હોય. (૨) ક્રોધ કરનાર (૩) નિર્દય-ક્રૂર પરિણામી (૪) વ્રતાદિ રહિત (૫) સંયમયોગ રહિત (૬) તીવ્ર કષાયી (૭) કૃપણકંજૂસ (૮) ધર્મના કાર્યમાં પ્રમાદવાળો (૯) હાથી, ઘોડા, બળદ વગેરેનું નિર્દયપણે દમન કરી વાહન કરનાર, તેના અવયવોનું છેદનભેદન કરનાર, પોતાને-બીજાને-ઉભયને દુઃખ-શોક-વધ-સંતાપ-આઝંદપરિતાપ ઉપજાવવાથી અશાતાવેદનીયકર્મ બંધાય. અર્થાત્ આ અશાતા વેદનીયના આશ્રવો છે. ૩મી-લેસUT-મ-નાસT-તેવચ્ચદરËિ | હંસામોટું શિપ-મુળ-ફ-સંથાવડિઓ ૬
શબ્દાર્થ : ૩ષ્મસUT=ઉન્માર્ગનો ઉપદેશક, મુનાસ–માર્ગનો નાશ કરનાર, સંધાચતુર્વિધ સંઘ, ડીગો=અવજ્ઞા કરનાર.
ગાથાર્થ ઃ ઉન્માર્ગનો ઉપદેશક, મોક્ષ માર્ગનો નાશ કરનાર, દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરનાર-વાપરનાર, તેનું નુકસાન કરનાર તેમજ તીર્થંકર પરમાત્મા-મુનિ ભગવંતો-જિનપ્રતિમા-ચતુર્વિધ સંઘ પ્રત્યે અશુભ આચરણ કરનાર, દર્શન મોહનીય કર્મ બાંધે છે. તે પ૬ /
વિવેચનઃ મોહનીય કર્મના હેતુમાં પ્રથમ દર્શનમોહનીય કર્મબંધના હેતુ જણાવે છે.
(૧) ઉન્માર્ગ ઉપદેશક :
ભવને વધારવાના હેતુરૂપ જે ઉપદેશ આપવો તે. એટલે પાપ માર્ગનો ઉપદેશ આપવો. ઉપાદેય તત્ત્વોને હેયરૂપ કહેવા, હેયતત્ત્વોને