________________
૧૭૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ઉપાદેય રૂપ કહેવા, સંસારના ભોગ-સુખો, વિષય કષાયોને મોક્ષના સાધનરૂપ કહેવા, દેવ-કુગુરુ-કુધર્મને સુદેવ-સુગુરુ-સુધર્મ તરીકે સમજાવવા તે ઉન્માર્ગ ઉપદેશ કહેવાય.
(૨) સન્માર્ગનો નાશ :
શુદ્ધ મોક્ષમાર્ગનો નાશ કરે, સમ્યગ્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચારિત્ર એ રત્નત્રયીની સાધના એ સાચો મુક્તિનો માર્ગ છે એમ ન સમજાવે. મોક્ષ નથી માટે મોક્ષનો માર્ગ પણ નથી, પરંતુ સંસારના લાભના રસ્તા બતાવે અર્થલાભ, ઈન્દ્રિયોના વિષયોના પ્રાપ્તિના રસ્તા બતાવે તે સન્માર્ગનો નાશ કહેવાય.
(૩) દેવદ્રવ્યનું હરણ (ભક્ષણ) :
દેવાધિદેવને અર્પણ કરેલું દ્રવ્ય તે દેવદ્રવ્ય. દેવદ્રવ્યનું ભક્ષણ કરવું, ઉપેક્ષા કરવી, બીજો કોઈ દેવદ્રવ્યનું ભક્ષણ કરનારને જાણતા હોવા છતાં રોકવાને શક્તિમાન હોવા છતાં ઉપેક્ષા કરવી. દેવદ્રવ્યને નુકસાન પહોંચે તેવી પ્રવૃત્તિ કરવાથી.
(૪) તીર્થંકરદેવોની નિંદા :
તીર્થંકર દેવોની આશાતના, તેઓ પ્રત્યે અનિષ્ટ વર્તન કરવું. તેઓના અવર્ણવાદ બોલવા, પ્રાતિહાર્યાદિ અતિશયરૂપ ઋદ્ધિ સમૃદ્ધિથી તીર્થંકરો રાગી છે. વીતરાગી નથી ઈત્યાદિ કહેવારૂપ નિંદા કરવાથી. (૫) મુનિની નિંદા :
પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોનું અપમાન કરવું, અવહેલના, તિરસ્કાર, નિંદા કરવાથી, તેઓની સાથે દુશ્મનાવટ ક૨વાથી, તેઓને ન રૂચે તેવું વર્તન કરવાથી. આવા અનિષ્ટ આચરણ કરવાથી.
(૬) જિન પ્રતિમા ઃ
જિન પ્રતિમાની નિંદા, અપલાપ કરવાથી, આશાતના કરવાથી, જિન પ્રતિમા–જિન મંદિરનો નાશ કરવાથી.