________________
૧૭૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
શુભ પ્રવૃત્તિમાં જોડવા. મોક્ષની સાથે જોડનાર ભાવ, સ્વાધ્યાયાદિનું નિરંતર સેવન કરવું. આ રીતે મન-વચન અને કાયયોગને અશુભમાંથી શુભ પ્રવૃત્તિ-શુદ્ધ પ્રવૃત્તિમાં જોડવાં.
(૬) કષાય વિજય :
ક્રોધાદિ ચારે કષાયોના નિમિત્ત મળવા છતાં કષાયને ન કરે. કષાયના પ્રસંગમાં કષાય ન કરનારા પૂર્વ પુરૂષોને યાદ કરે. જેથી કષાય ઉપર વિજય મેળવી શકાય. જેમ ગજસુકુમાર મુનિ, સુકોશલ મુનિ આદિની જેમ કષાય ઉપર કાબુ મેળવવો.
(૭) દાન ગુણયુક્ત
પોતાની શક્તિને ગોપવ્યા વિના અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાનાદિ દાન કરવાની રૂચિવાળો હોય અને તે પ્રમાણે દાન કરતો હોય.
(૮) દૃઢધર્મી :
આપત્તિ આવવા છતાં ધર્મમાં દૃઢ મનવાળો, નિશ્ચલ મનવાળો હોય. દેવ-મનુષ્યાદિના ઉપસર્ગ આવવા છતાં ધર્મથી ચલિત થાય નહીં. શ્રદ્ધાથી, નિયમથી, વ્રતથી ચલિત થાય નહિ.
(૯) આદિ શબ્દથી :
બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી આદિની વૈયાવચ્ચ કરનાર હોય શીલધર્મનું પાલન કરનાર હોય, શ્રી જિનેશ્વર દેવ-ગુરુ ભગવંતાદિની ભક્તિ આદિથી શાતાવેદનીયકર્મ બંધાય છે. કહ્યું છે કે
-
देवपूजागुरुपास्तिपात्रदानदयाक्षमाः सरागसंयमो देशसंयमोऽकामनिर्जरा
શૌખં વાળતપશ્ચતિ દેદ્રસ્ય સુરાશ્રવાઃ (૩૦૬/૨)