________________
શાતાવેદનીયના આશ્રવ
૧૬૭
(૪) પ્રષઃ પ્રકૃષ્ટ દ્વેષ-આંતરિક દ્વેષ.
ત્રણે પ્રત્યે અંતરથી અપ્રીતિ થાય, અંતરમાં પ્રકૃષ્ટ દેષ થાય, અસદ્ભાવ થાય. પંડિતો, જ્ઞાનશાળા, પાઠશાળા વગેરે સંસ્થાઓ સારી નથી, પક્ષપાતી છે. આ રીતે આંતરીક દ્વેષ રાખવાથી, મહેનત કરીને ભણેલ અભ્યાસ ભણાવવામાં કંટાળો-દ્વેષ આવે તે.
(૫) અંતરાય ઃ વિધ્ધ કરવું.
ભણનારને ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર, સ્થાન પુસ્તકાદિ મેળવવામાં વિદ્ધ નાંખે, ભણનારને ભણવામાં વિક્ષેપ નાંખે, ભણતી વખતે મોટેથી અવાજ કરીને ચિત્તને ચલિત કરે, કુશાગ્ર બુદ્ધિવાળાને અભ્યાસમાં આગળ વધતો અટકાવે. આ રીતે અંતરાય કરવો તે.
(૬) અત્યંત આશાતના :
જ્ઞાનીનો અવર્ણવાદ બોલવાથી, અતિશય નિંદા-ટીકા કરવાથી, અવહેલના કરવાથી, પ્રાણાંત કષ્ટ આપવું, હલકાં પાડવાં. આ રીતે અતિશય આશાતના કરવાથી.
વિશેષમાં આચાર્ય-ઉપાધ્યાય-સાધુ આદિના અવર્ણવાદ બોલવાથી, અવિનય કરવાથી, અકાલે સ્વાધ્યાય કરવાથી, કાલે સ્વાધ્યાય ન કરવાથી તથા પ્રાણાતિપાત, જુઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, રાત્રિભોજનાદિ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય.
અને દર્શન-દર્શની અને દર્શનનાં સાધનો પ્રત્યે ઉપર બતાવેલ પ્રવૃત્તિથી દર્શનાવરણીય કર્મ બંધાય.
તેમજ અજ્ઞાનતા, રાગાદિ પરિણામ, હિંસા આદિ પાપપ્રવૃત્તિથી તે જ્ઞાનાવરણીય બંધાય અને દર્શનાવરણીય પણ બંધાય.
યોગશાસ્ત્ર ટીકા ૩૦૬/ર માં કહ્યું છે કે