________________
૧૬૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
વર્તન કરવાથી (૨) તેઓ પ્રત્યે દુશ્મનાવટ કરવાથી, (૩) તેઓ પ્રત્યે દુષ્ટભાવ મનમાં ધારણ કરવાથી, (૪) અનાદર કરવાથી, (૫) જ્ઞાનીની મશ્કરી-નિંદાદિ કરવાથી, (૬) જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા ન કરવાથી, (૭) અકાળે ભણવું-અભ્યાસમાં પ્રમાદ કરવો, (૮) પુસ્તકાદિ જ્ઞાનના સાધનોની આશાતના કરવાથી, તેને બાળવા, પગાદિ અપવિત્ર અંગ લગાડવો તેમજ જ્ઞાનના આઠ આચારનું પાલન ન કરવાથી તે આ રીતે (૧) અયોગ્ય કાળે ભણવું (૨) વિનયરહીતપણું વિગેરે જ્ઞાનાચારના આઠ આચાર ન સાચવવાથી અર્થાત્ પ્રતિકુળપણે વર્તન કરવા વડે અતિચાર લગાડવાથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય બંધાય છે.
(૨) નિદ્ભવ : ઓળવવું, છુપાવવું.
(૧) શરૂઆતમાં પ્રાથમિક અભ્યાસ જેઓની પાસે ભણ્યાં અને પછી વિશિષ્ટ અભ્યાસ કરવાથી મહાન વિદ્વાન-વકીલ-ડૉક્ટર વિગેરે થયા. ત્યારબાદ (નાના-સામાન્ય) આ શિક્ષક પાસે અમે ભણ્યાં નથી એમ કહી જ્ઞાનીને ઓળવવાથી (૨) પોતાને આવડવા છતાં સમજવા આવનારને પ્રમાદથી કહે કે મને આવડતું નથી એમ જ્ઞાન ઓળવવાથી (૩) જ્ઞાનના સાધન પુસ્તક આદિ પાસે હોવા છતાં અભ્યાસીને ન આપવા. (૪) હું આ વિશિષ્ટ અભ્યાસીને બધું સમજાવીશ તો તે હોંશીયાર થવાથી મારી કિંમત નહીં રહે એમ વિચારીને કેટલુંક જ્ઞાન છુપાવે, ન ભણાવે.
(૩) ઉપઘાત : ઘાત કરવો, નાશ કરવો, હણવું...
(૧) જ્ઞાનીને માર મારવો, હત્યા કરવી, નાશ કરવો, નાશ કરાવવો, (૨) શસ્ત્રાદિ વડે પ્રહાર કરવો, (૩) જ્ઞાનના સાધનો, જ્ઞાનશાળા, પુસ્તકાદિનો નાશ કરવો, બાળવા વગેરે. (૪) આ રીતે ત્રણેનો સંપૂર્ણ વિનાશ કરવો. (૫) ભણેલું જ્ઞાન પુનરાવર્તનના અભાવે, અધ્યાપનના અભાવે, ભૂલી જવું તે પણ ઉપઘાત કહેવાય.