________________
જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયના આશ્રવ
જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મના વિશેષ હેતુઓ :
પદાર્થમાં રહેલાં વિશેષ ધર્મનો બોધ તે જ્ઞાન અને સામાન્ય ધર્મનો બોધ તે દર્શન છે.
૧૬૫
છદ્મસ્થને સામાન્ય બોધ તે વિશેષ બોધનું કારણ થતું હોવાથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના હેતુઓ એકસરખાં છે તે આ પ્રમાણે છે.
જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનો પ્રત્યે તથા દર્શન, દર્શની અને દર્શનના સાધનો પ્રત્યે વિશેષ અનાદરપણું વિગેરે અનેક કારણોથી તે કર્મો બાંધે છે. છતાં તે વિશેષ હેતુઓને છ વિભાગમાં સમજાવેલ છે તે આ પ્રમાણે
(૧) જ્ઞાન : મતિ, શ્રુત આદિ પાંચ જ્ઞાન.
જ્ઞાની : મતિ, શ્રુત, અવધિ આદિ જ્ઞાનવાળા, વડીલો, વિદ્યાગુરુ, ધર્મગુરુ, કેવલી આદિ.
જ્ઞાનનાં સાધનો ઃ પાટી, પોથી, પુસ્તક, ઠવણી, પેન, સાપડો, કાગળ આદિ.
(૨) દર્શન : ચક્ષુ આદિથી બોધ તે.
દર્શની : સ્પર્શેન્દ્રિય આદિ ઈન્દ્રિયોવાળા જીવો તેમજ સાધુસાધ્વી, જિન પ્રતિમા આદિ.
દર્શનના સાધન : પુસ્તક આદિ, જિનમંદિર, જિન પ્રતિમા, જિન પ્રતિમાના અલંકારાદિ, સન્મતિતર્ક, અનેકાન્તજયપતાકાદિ.
(૧) પ્રત્યેનીકપણું : અનિષ્ટ, દુષ્ટ આચરણ, પ્રતિકૂળ વર્તન.
(૧) જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો તથા દર્શનાદિ પ્રત્યે અનિષ્ટ આચરણ કરવાથી અવિનય થાય, તેઓને દુઃખ થાય, અપમાન થાય તેવું