________________
૧૬૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ज्ञानदर्शनयोस्तद्वत् तद्धेतूनां च ये किल विघ्ननिह्मवपैशून्याशातनाघातमत्सराः ते ज्ञानदर्शनावारककर्महेतव आश्रवाः
અર્થ જ્ઞાન, દર્શન, જ્ઞાન અને દર્શનવાળા અને તેનાં સાધનો (હેતુઓ) માં અંતરાય કરવાથી, નિતંવપણાથી, ચાડી-ચૂગલી, આશાતના, નાશ અને ઈર્ષ્યા કરવાથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણકર્મ બંધાય છે. અર્થાત્ તે બન્ને કર્મના આશ્રવ છે.
શાતા-અશાતા વેદનીય કર્મબંધના હેતુઓ ગુ-ત્તિ-વંતિ-વરુપ, વય-નો- વ-વિન-વા-gો ! दढधम्माई-अजइ, सायमसायं विवजयओ ॥ ५५ ॥
શબ્દાર્થ : ગુરુમત્તિ = ગુરુની ભક્તિ, વંતિ = ક્ષમા, તાળનુગો = દાનની રૂચિવાળો, ધમ્મરું = ધર્મમાં દઢ મનવાળો, બગડું = બાંધે છે, સાયમનાય = શાતા-અશાતા વેદનીય, વિવેઝયમો = વિપરીતપણે.
ગાથાર્થ ગુરુની ભક્તિ, ક્ષમા, કરુણા, વ્રતયુક્ત, યોગયુક્ત, કષાયનો વિજય, દાનયુક્ત, ધર્મમાં દઢ મનવાળો, શાતા વેદનીય કર્મ બાંધે છે અને તેનાથી વિપરીત લક્ષણવાળો અશાતાવેદનીય કર્મ બાંધે છે. ૫૫ |
વિવેચન : શાતા વેદનીય કર્મબંધના હેતુઓ કહે છે.
(૧) ગુરુભક્તિ માતા-પિતા, વિદ્યાગુરુ, ધર્માચાર્ય વિગેરે ગુરુ ભગવંત-વડીલો આદિ ઉપકારી પૂજનીય એવા પૂજ્યોની ભક્તિ કરવી. અને તે પૂજ્યો પ્રત્યે પૂજ્યભાવ, બહુમાનભાવ, સદ્ભાવ, અહોભાવ ધારણ કરવો. વચનથી તેઓના ગુણગાન ગાવા. કાયાથી તે પૂજ્યોની સેવા શુશ્રુષાદિ કરવી, આસનાદિ આહારાદિ, ઔષધાદિ આપવા રૂપ ભક્તિ કરવી તેમજ ઉભા થવું, સામે જવું તે રૂપ, આદરભાવ રાખવો.