________________
સમર્પણ
જેઓશ્રીએ પ્રકરણો-કર્મગ્રન્થો -સંસ્કૃતપ્રાકૃત – ન્યાય ગ્રન્થો - તત્ત્વજ્ઞાનના ગ્રન્થોના અધ્યયનને સતત સ્વાધ્યાય દ્વારા જીવનને શ્રુતથી સજાવ્યું હતું. સદાય પ્રભુભક્તિમાં મસ્ત રહીને અને અંતિમ દિવસે ને અંતિમ કલાકે સિદ્ધ ગિરિરાજના દાદાનું જ સ્મરણ કરતા રહીને જેઓશ્રીએ જીવનને શ્રદ્ધાથી સજાવ્યું હતું.
અને
૯૬ વર્ષના જીવનપથમાં સતત ૭૬ વર્ષ પ્રભુનો અનગારધર્મ અપનાવીને જેઓશ્રીએ જીવનને સંયમથી સજાવ્યું હતું. તે અમારા તારણહાર-પાલનહાર અને પ્રાણાધાર ગુરુદેવશ્રી પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી કમળાશ્રીજી મ. સા.ના કરકમલમાં પવિત્ર પુણ્ય સ્મૃતિ સ્વરૂપ ગ્રંથાંજલી સાદર સમર્પણ...
- ચરણોપાસિકા સા. મંજુલાશ્રી સા. સ્નેહલત્તાશ્રી આદિ
સમસ્ત શિષ્ય-પ્રશિષ્યાવૃંદ