________________
સંઘયણનામકર્મ
૧૨૯ જોકે પાટારૂપ હાડકું અને ખીલીરૂપ હાડકું હોય નહીં પરંતુ તે લગાડવાથી જેવી મજબુતાઈ થાય તેવું સંઘયણ તે વજ8ષભનારાચ સંઘયણ.
આ વજઋષભનારાચસંઘયણની મજબુતાઈ લોખંડ કરતાં પણ વધારે હોય છે.
જેમ એક વખત પવનંજય અને અંજના તેના પુત્ર હનુમાનને વિમાનમાં લઈ જતા હતા. ત્યારે ખોળામાં રહેલ હનુમાને કુદકો માર્યો અને વિમાનમાંથી પડી ગયો. નીચે પર્વત હતો. પર્વત ઉપર પડેલા હનુમાનને કંઈ ન થયું. પરંતુ પથ્થરના ટુકડા થઈ ગયા. આ રીતે લોખંડ અને પથ્થરથી મજબુત તે વજઋષભનારાચસંઘયણ કહેવાય.
(૨) ઋષભનારાચસંઘયણ નામકર્મ :
બે બાજુ મર્કટબંધ હોય, ઉપર પાટો વીંટાળેલો હોય એવી હાડકાંની મજબુતાઈ પ્રાપ્ત થાય તે ઋષભનારાચ સંઘયણ નામકર્મ.
(૩) નારાચસંઘયણનામકર્મ :
બે હાડકાં મર્કટબંધથી બંધાયેલા હોય ઉપર પાટો કે ખીલી ન હોય એવી જે હાડકાંની રચના-મજબુતાઈ વિશેષ મળે તે નારાચ સંઘયણ નામકર્મ.
(૪) અર્ધનારીચ સંઘયણ નામકર્મ :
એક બાજુ મર્કટબંધ હોય અને બીજી બાજુ બે હાડકાંને ભેદીને લગાવેલી ખીલી હોય એવી હાડકાંની મજબુતાઈ પ્રાપ્ત થાય તે અર્ધનારાચસંઘયણનામકર્મ.
(૫) કીલિકા સંઘયણ નામકર્મ :
હાડકાંઓ માત્ર કીલિકા-ખીલીથી જોડાયેલ હોય એવી હાડકાંની રચના કીલિકા સંઘયણ નામકર્મ.