________________
૧૨૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ પુદ્ગલનું જોડાણ થતું નથી માટે એમના મતે ૫ બંધન કહ્યાં. હવે તે પંદર બંધન આ પ્રમાણે
(૧) ઔદારિકઔદારિક બંધનનામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલાં ઔદારિક પુદ્ગલોનો નવા ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલો સાથે સંબંધ કરી આપે તે ઔદારિક ઔદારિક બંધન
નામકર્મ.
(૨) ઔદારિકતૈજસ બંધનનામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરાતા તૈજસ પુગલોની સાથે સંબંધ કરી આપે તે ઔદારિક તૈજસ બંધન નામકર્મ
(૩) ઔદારિકકાર્પણ બંધનનામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલાં અને નવા ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલોને પૂર્વે ગ્રહણ કરેલાં અને નવા ગ્રહણ કરાતા કાર્મણ પુદ્ગલોની સાથે સંબંધ કરી આપે તે ઔદારિક કાર્પણ બંધન નામકર્મ.
(૪) ઔદારિકતૈજસ કાર્મણબંધનનામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલાં અને નવા ગ્રહણ કરાતા દારિક પુગલોની સાથે પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરાતા તૈજસ અને કાર્પણ પુદ્ગલોની સાથે સંબંધ થાય તેને ઔદારિક તૈજસ-કાર્પણ બંધન નામકર્મ.
આ જ રીતે વૈક્રિય શરીરના અને આહારક શરીરના ૪-૪ બંધન ગણતાં ૧૨ બંધન થાય અને તેજસકાર્પણના પોતાના ૩ બંધન આ પ્રમાણે
(૧૩) તૈજસતૈજસબંધનનામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલા તૈજસ વર્ગણાના પુગલો સાથે નવા ગ્રહણ કરાતા તૈજસ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે.