________________
પંદર બંધન
૧ ૨૫
(૪) તૈજસ સંઘાતન નામકર્મ :
તૈજસ શરીરને અનુરૂપ પુલોના સમૂહને એકઠાં કરી આપે તે તૈજસ સંઘાતન નામકર્મ.
(૫) કાર્મણ સંઘાતન નામકર્મ :
કાર્પણ શરીરને યોગ્ય પુદ્ગલોના સમૂહને એકઠાં કરી આપે તે કાર્પણ સંઘાતન નામકર્મ.
૧૫ બંધનનું વર્ણન ओराल-विउव्वा-हारयाण, सग तेअ कम्मजुत्ताणं । नव बंधणाणि इयरदु-सहियाणं तिन्नि तेसिं य ॥ ३७ ॥
શબ્દાર્થ : સા = પોતપોતાની સાથે, રૂબરહું = બીજા બે, સહિયાળ = સહિત, તિન = ત્રણ.
ગાથાર્થ : ઔદારિક, વૈક્રિય અને આહારકને પોતાની સાથે તૈજસની સાથે અને કાશ્મણની સાથે જોડતાં નવ બંધનો અને તે બેની સાથે જોડતાં બીજા ત્રણ બંધન તથા તૈજસ-કાશ્મણના ત્રણ બંધનો છે. (એમ કુલ પંદર બંધન છે.) || ૩૭ ||
વિવેચન : શ્રી કમ્મપયડી ગ્રંથના કર્તા શ્રી શિવશર્મસૂરિ મહારાજા આદિ કેટલાક આચાર્યો પંદર બંધન માને છે. કારણ કે, સજાતીય અને વિજાતીય બંને પ્રકારના પુગલોનું જોડાણ થાય છે. એટલે કે ઔદારિક વૈક્રિય આહારકની સાથે તૈજસ અને કાર્મણના પુદ્ગલનું જોડાણ થાય છે. તે આ રીતે (૧) ઔદારિક તૈજસ કાર્મણ અથવા (૨) વૈક્રિય તૈજસ કાર્મણ અથવા (૩) આહારક તૈજસ કાર્મણ. આ ત્રણ ત્રણ શરીર સાથે પણ હોય. જેથી જોડાણ એટલે તે વર્ગણાના પુગલોનો સંબંધ થાય. માટે આ મતે ૧૫ બંધન થાય છે. પરંતુ પંચસંગ્રહકાર આદિના મતે એવું માનવું છે કે સજાતીય પુદ્ગલનું જોડાણ થાય છે. વિજાતીય