________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ઔદારિકાદિ પુદ્ગલોને એકઠાં કરી આપે તે સંઘાતન નામકર્મ બંધનની જેમ શરીરના નામે પાંચ પ્રકારે છે. II ૩૬ ॥
૧૨૪
-
વિવેચન : સંઘાતન નામકર્મ - (૧) સદ્દગતયંતિ-પિણ્ડીરોતિ ઔવાિવીન્ (૨) જેના વડે ઔદારિકાદિ શરીરની રચનાનુસાર પુદ્ગલો પિંડરૂપે કરાય તે સંઘાતન નામકર્મ. જીવને જેટલાં પુદ્ગલો જરૂરી હોય તેટલા અને શરીરની રચનાને અનુરૂપ પુદ્ગલોને એકત્રિત કરવાનો સ્વભાવ દરેક સંઘાતનમાં છે. અર્થાત્ પુદ્ગલોનો કેવો અને કેટલો જથ્થો જોઈએ તે નક્કી કરવાનું કામ સંઘાતન નામકર્મનું છે.
સંઘાતન નામકર્મ પાંચ પ્રકારે છે.
(૪) તૈજસ સંઘાતન નામકર્મ (૫) કાર્પણ સંઘાતન નામકર્મ
(૧) ઔદારિક સંઘાતન નામકર્મ (૨) વૈક્રિય સંઘાતન નામકર્મ (૩) આહારક સંઘાતન નામકર્મ
(૧) ઔદારિક સંઘાતન નામકર્મ :
ઔદારિક શરીરને યોગ્ય પુદ્ગલોના જથ્થાને એકત્રિત કરી આપે તેને ઔદારિક સંઘાતન નામકર્મ. જેમ દંતાલી જુદી-જુદી જગ્યાએ પડેલાં ઘાસને એકઠું કરી આપે છે તેમ આત્મા જ્યાં રહ્યો હોય તે જગ્યાએ પડેલાં તે શરીરને અનુરૂપ પુદ્ગલોને એકઠાં કરે તે સંઘાતન નામકર્મ.
(૨) વૈક્રિય સંઘાતન નામકર્મ :
વૈક્રિય શરીરને યોગ્ય પુદ્ગલોના જથ્થાને એકઠાં કરી આપે તેને વૈક્રિય સંઘાતન નામકર્મ કહે છે.
(૩) આહારક સંઘાતન નામકર્મ :
આહા૨ક શરીરને યોગ્ય પુદ્ગલોના જથ્થાને એકઠાં કરી આપે તેને આહા૨ક સંઘાતન નામકર્મ.