________________
બંધન-સંઘાતનનામકર્મ
૧૨૩ ઔદારિક પુદ્ગલોની સાથે પ્રતિ સમયે લાખની જેમ સંબંધ કરી આપે તે દારિક બંધન નામકર્મ.
એ પ્રમાણે બીજા બંધન નામકર્મની વ્યખ્યા જાણવી. (૨) વૈક્રિય બંધન નામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલાં વૈક્રિય શરીરના પુદ્ગલોને નવા ગ્રહણ કરાતા વૈક્રિય પુદ્ગલોની સાથે પરસ્પર સંબંધ કરી આપે તેને વૈક્રિય બંધન નામકર્મ.
(૩) આહારક બંધન નામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલાં આહારકશરીર પુદ્ગલોને નવા ગ્રહણ કરાતા આહારક પુદ્ગલોની સાથે પરસ્પર સંબંધ કરી આપે તેને આહારક બંધન નામકર્મ.
(૪) તૈજસ બંધન નામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલાં તૈજસ પુદ્ગલોને નવા ગ્રહણ કરાતા તૈજસ્ પુદ્ગલોનું પરસ્પર જોડાણ કરે તેને તૈજસબંધનનામકર્મ.
(૫) કાર્મણ બંધન નામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલાં કાર્મણ વર્ગણાના પુદ્ગલોનું પ્રતિ સમયે નવાં ગ્રહણ કરાતા કાર્મણ પુદ્ગલોની સાથે પરસ્પર જોડાણ કરી આપે તેને કાર્પણ બંધન નામકર્મ.
जं संधायइ उरलाइ-पुग्गले, तिणगणं व दंताली । तं संधाय बंधणमिव, तणुनामेण पंचविहं ॥ ३६ ॥
શબ્દાર્થ ઃ સંધાય = એકઠા કરે, તિi = ઘાસના સમૂહની, 4 = જેમ, દંતાલી = દંતાળી
ગાથાર્થ : જેમ દંતાલી ઘાસના સમૂહને એકઠો કરે તેમ