________________
૧૨૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
અંગોપાંગ ઉપાંગના જે અવયવો - પેટા વિભાગો તે અંગોપાંગ કહેવાય છે. દા.ત, આંગળીના વેઢા, રેખા, નખ, પાંપણ, વાળ, રૂંવાટા, આંગળીના પર્વ.
અહીં અંગ + ઉપાંગ + આંગોપાંગની પ્રાપ્તિ તે અંગોપાંગ અંગોપાંગ એમ નામ થાય, પરંતુ એકશેષ સમાસ થવાથી એક અંગોપાંગ શબ્દનો લોપ થવાથી અંગોપાંગ નામકર્મ કહેવાય. તેમજ તેજસ અને કાર્પણ શરીર સૂક્ષ્મ પરિણામી હોવાથી તેમાં અંગોપાંગ હોય નહીં. તેથી અંગોપાંગ નામકર્મના ત્રણ ભેદ છે. उरलाइ-पुग्गलाणं, निबद्ध-बझंतयाण संबंधं । जं कुणइ जउ-समं तं, बंधणमुरलाइ तणुनामा ।। ३५ ।।
શબ્દાર્થ : નિબદ્ધ વલ્લંતયાણ = પૂર્વે બાંધેલા અને નવા બંધાતા, સંબંધ = સંબંધ, નડસમ = લાખ-રાળ જેવું.
ગાથાર્થ ઃ પૂર્વે બાંધેલા અને નવા બંધાતા ઔદારિકાદિક પુદ્ગલોનો પરસ્પર લાખની જેમ સંબંધ કરે તે બંધન નામકર્મ ઔદારિકાદિ શરીરના નામે પાંચ પ્રકારે છે. તે ૩૫ //
વિવેચનઃ જે બંધાવું-જોડાવું તે બંધન. પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરાતા ઔદારિકાદિ પુદ્ગલોનો પરસ્પર લાખની જેમ સંબંધ થાય તે બંધન. અને તે જે કર્મના ઉદયથી થાય તે બંધન નામકર્મ. તે પાંચ પ્રકારે આ પ્રમાણે -
(૧) ઔદારિક બંધન નામકર્મ (૪) તૈજસ બંધન નામકર્મ (૨) વૈક્રિય બંધન નામકર્મ (૫) કાર્મણ બંધન નામકર્મ (૩) આહારક બંધન નામકર્મ (૧) ઔદારિક બંધન નામકર્મ : પૂર્વે ગ્રહણ કરેલા ઔદારિક પુદ્ગલોને નવા ગ્રહણ કરાતા