________________
નામકર્મ-પિંડપ્રકૃતિ
૧૦૩ (૪) અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ ઃ જે પ્રકૃતિને પોતાની કોઈ નથી અને કોઈ વિરોધી નથી તેને અપ્રતિપક્ષપ્રત્યેક પ્રકૃતિ કહે છે. જે ૮ છે. દા.ત. જિનનામ... અગુરુલઘુનામ...
પિંડપ્રકૃતિ :
(૧) ગતિ નામકર્મ : દેવપણું, નારકપણું વગેરે પર્યાયો જે કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય તે ગતિ નામકર્મ. તે- તે તિ તિઃ અથવા કર્મથી પ્રધાન જીવ વડે જે પર્યાયો પ્રાપ્ત કરાય તે - જે અવસ્થા મેળવાય તે ગતિ નામકર્મ કહેવાય છે.
(૨) જાતિ નામકર્મ એકેન્દ્રિયાદિ જાતિપણું જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તે જાતિ નામકર્મ કહેવાય.
પ્રશ્ન : અહીં એક ઈન્દ્રિય-બે ઈન્દ્રિયો આ ઈન્દ્રિયો અંગોપાંગ નામકર્મથી અને ઈન્દ્રિય પર્યાપ્તિથી પ્રાપ્ત થાય છે.
ઈન્દ્રિય વડે વિષય ગ્રહણ કરવાપણાની શક્તિ તે જ્ઞાનાવરણીય દર્શનાવરણીયના ક્ષયોપશમથી થાય. તો જાતિનામકર્મનું ફળ શું ?
જવાબ : બરાબર છે. દ્રવ્યન્દ્રિયો કર્મના ઉદયથી અને ભાવઈન્દ્રિય કર્મના ક્ષયોપશમથી મળે છે. તો પણ લગભગ સમાન ચૈતન્યવાળા જીવોને એક શબ્દના વ્યવહાર (બોલવા) ના કારણરૂપ કર્મ તે જાતિનામ. જેમ સ્પર્શમાત્રને ગ્રહણ કરવાની ચૈતન્ય શક્તિ હોય તેવા જીવો એક ઈન્દ્રિયનો વિષય ગ્રહણ કરનાર હોવાથી તે એકેન્દ્રિય કહેવાય.
સ્પર્શ અને રસરૂપ વિષય ગ્રહણ કરવાના ચૈતન્ય શક્તિવાળા જીવોને બેઈન્દ્રિય કહેવાય. ઈત્યાદિ વિચારવું.
ન્યાયની પરિભાષામાં કહ્યું છે. વિવિધ કલરવાળા, નાના-મોટા, વિવિધ આકૃતિવાળા ઘડાઓમાં પટd (ઘટપણ) જાતિ કહેવાય. તેમ જુદા જુદા આકૃતિવાળા પરંતુ કંઈક સમાન ચૈતન્યપણાવાળાને એક જાતિવાળા કહેવાય. તેઓને એક શબ્દથી બોલવાના કારણરૂપ કર્મ તે.