________________
૧૦૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૩) શરીર નામકર્મ ઔદારિકાદિ વર્ગણાના બનેલા શરીરની પ્રાપ્તિ જે કર્મના ઉદયથી થાય તે શરીર નામકર્મ કહેવાય છે. શરીર એટલે “ીતે યત્ તત્ શરીરમ” નાશ પામવાના સ્વભાવવાળું હોય તે. શરીર હોય તે અવશ્ય નાશ પામે જ.
જીવ ઉત્પત્તિસ્થાનમાં આવી શરીર નામકર્મથી શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે અને જે શરીર બનાવે તેમાં આત્મા તે શરીરમાં સર્વત્ર વ્યાપ્ત હોય.
(૪) અંગોપાંગ નામકર્મ ઃ ઔદારિકાદિ ત્રણ શરીરમાં અંગ, ઉપાંગ, અંગોપાંગોની પ્રાપ્તિ જે કર્મના ઉદયથી જીવને થાય તે અંગોપાંગ નામકર્મ કહેવાય છે. જોકે મુખ્ય હાથ-પગ-ઉર-ઉદર-પીઠ-છાતી-તે આઠ અંગ, તેના પેટા અવયવ આંગળી-નાક તે ઉપાંગ અને તેના પેટા અવયવ રેખા વિગેરે તે અંગોપાંગ, આમ અંગ-ઉપાંગ-અંગોપાંગની પ્રાપ્તિ કરાવનાર કર્મને અંગોપાંગ અંગોપાંગ નામકર્મ કહેવું જોઈએ. પરંતુ એકશેષ સમાસથી એક પદનો લોપ થવાથી અંગોપાંગ નામકર્મ કહેવાય. અહીં ગર્
ત્પત્તેરારખ્ય વ્યક્તીમતિ ગર્ભમાં ઉત્પન્ન થયા પછી અવયવો વ્યક્ત થાય છે. એટલે ૩૫+ ધાતુમાંથી અંગ-ઉપાંગ શબ્દ બન્યો.
(૫) બંધન : બંધ-જોડવું-સંબંધ કરવો-પૂર્વે ગ્રહણ કરેલ ઔદારિકાદિ પુદ્ગલોનો નવા ગ્રહણ કરાતા ઔદારિકાદિ પુદ્ગલો સાથે જે કર્મના ઉદયથી જોડાણ થાય તેને બંધન નામકર્મ કહે છે. તે રાળલાખ-કેમીકલ્સ જેવું કામ કરે છે. તેથી તેને રાળ જેવું કહ્યું છે.
(૬) સંઘાતન નામકર્મ : 8 + હમ્ – એકઠું કરવું.
ઔદારિકાદિ પુલોને એકઠા કરી આપે તેને સંઘાતન નામકર્મ કહે છે. “
બિત પાત” સૂત્રથી હસ્ નો ઘાત થયો સંઘાતન. પ્રશ્ન : શરીર નામકર્મથી શરીરને યોગ્ય પુગલો ગ્રહણ થાય છે. એટલે એકઠા પણ થાય તો શરીર નામકર્મથી સાધ્ય હોવા છતાં