________________
કષાયચારિત્રમોહનીયકર્મ અને સ્વાર્થ સધાય કે ન સધાય, પરંતુ કેટલાક દિવસે-મહિને ભૂલાઈ જાય તે.
(૫) પ્રત્યા. માન-સુકાં લાકડાં જેવો.
અર્થાત્ સુકાં લાકડાંને યુક્તિપૂર્વક વાળવામાં આવે તો ધીમે ધીમે જેમ વળે તેમ આ માનના ઉદયવાળો યુક્તિપૂર્વક સમજાવતા માનદશાને મૂકી દે.
(૬) પ્રત્યા. માયા - બળદના મૂત્રની ધાર જેવી
અર્થાત્ ચાલતા બળદની મૂત્રધાર વાંકીચૂંકી પડે તે આતપતડકાથી અથવા પવનથી કેટલાક કાળે નાશ પામે તેમ પોતાનું પ્રયોજન સાધવા યુક્તિપૂર્વક માયા મનમાં રાખી સમજાવે છતાં સાંભળનાર વ્યક્તિ ન માને તો ફરી યુક્તિ (કપટ) સહિત બોલવાનું મન ન થાય.
(૭) પ્રત્યા. લોભ – કપડાં ઉપરના કાજળ (મેશ)ના ડાઘ સમાન.
અર્થાત્ આ મેશનો ડાઘ થોડી મહેનતે જાય તેમ - પદાર્થ મેળવવા ઈચ્છા થાય, થોડો પ્રયત્ન પણ કરે, ન મળે તો સંતોષ માને પરંતુ ચિત્તમાં તેના વિચારો ન આવે. ભાગ્યમાં નથી એમ માને.
આ પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી સર્વવિરતિ પરિણામ ન આવે માટે આ કષાયના ઉદયને રોકવા પાક્ષિક (પક્ષ્મી) પ્રતિક્રમણનું આયોજન છે.
સંજ્વલન કષાય : (૧) શુદ્ધ - કષાયરહિત એવું યથાખ્યાત ચારિત્ર, તેને રોકે છે. (૨) કાળ - જઘન્યથી અંતમૂહૂર્ત ઉત્કૃષ્ટ પંદર દિવસ. (૩) કંઈક અશુભ પરિણામ. (૪) મંદ કષાયના કારણે દેવ પ્રાયોગ્ય બંધ કરે.