________________
૯૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ સંજવલન ક્રોધ : પાણીમાં કરેલ રેખા જેવો.
અર્થાત્ - પાણીની રેખા કરતાની સાથે ચાલી જાય તેમ જે ક્રોધ સામાન્યથી એટલે બીજાના હિત ખાતર ક્રોધ થાય. ન સમજે તો તેના તરફ ક્રોધને ભૂલી જાય તેમ.
સંજવલન માન : નેતરની સોટી જેવો.
અર્થાત્ - નેતરની સોટીને જેમ વાળીએ તેમ વળે. તેમ આ કષાયના ઉદયવાળાને થોડું સમજાવવાથી માનને ભૂલી જાય તેમ આ સંજ્વલનના બીજા કષાયો પણ અલ્પકાળે જતા રહે.
સંજવલન માયા - વાંસની છાલ જેવી.
અર્થાત્ વાસની ઉતારેલ છાલનું ગુંચળું થયેલ વક્ર હોય છે અને તે તરત સીધી કરવાથી લાંબી (વક્રતા વિનાની) થઈ જાય તેમ સંજ્વલન માયાવાળાને સમજાવવા માત્રથી વક્રતા છોડી દે.
સંજ્વલન લોભ - હળદરના રંગ જેવો.
અર્થાત્ કપડાં ઉપર પડેલ હળદરનો પીળો ડાઘ તડકા-ધૂપ માત્રના યોગથી જલ્દી ચાલ્યો જાય એટલે કોઈપણની તૃષ્ણા થાય. મેળવવા પ્રયત્ન કરે, ન મળે તો સંતોષ માને છે.
આ કષાય પણ જીવનમાં ન રહે માટે દિવસમાં વારંવાર થયેલ અપરાધની ક્ષમાયાચનાનું ઈરિયાવહિયાદિનું આયોજન છે. હાસ્યાદિ ષકजस्सुदया होइ जीए, हासरई अरइ सोग भय कुच्छा । सनिमित्तमन्नहा वा, तं इह हासाइ मोहणीयं ॥ २१ ।।
શબ્દાર્થ : સનિમિત્તમ્ = નિમિત્તપૂર્વકનું, તે – તે, નહીં = બીજી રીતે, નિમિત્ત વિના, રૂઠું = અહીં