________________
૯૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૬) અપ્ર. માન-હાડકાં જેવો છે.
અર્થાત્ હાડવૈદ્ય હાડકાંને વાળવા બે-ત્રણ પાટા બાંધે ત્યારે વળે તેમ મહામહેનતે અપ્રત્યા. માનવાળાને સમજાવવાથી નુકસાન આદિનું ફળ કહેવાથી માન જાય.
(૭) અપ્ર. માયા – ઘેટાના શિંગડા જેવી છે.
અર્થાત્ ઘેટાનાં શિંગડા વક્ર હોય તેને સીધાં કરી શકાય નહીં, પરંતુ ઉગતું (નીકળતું) શીંગડું બાંધી રાખવાથી વરસે દહાડે જેમ કદાચ સીધુ થાય તેમ મહામુશ્કેલીએ માયાનો પરિણામ જાય.
(૮) અપ્ર. લોભ - ગાડાના પૈડાનાં ઓઈલના ડાઘ જેવો.
અર્થાત્ કપડામાં લાગેલા ઓઈલના ડાઘ જેમ મહામહેનતે જાય તેમ કોઈપણ પદાર્થ અથવા ધનની મેળવવાની ઈચ્છા થાય, ઘણા પ્રયત્નો કરવા છતાં ન મળે, ત્યારે મારા ભાગ્યમાં નથી એમ માની સંતોષ માને.
અપ્રત્યાખ્યાનવરણ કષાય આત્મામાં ન રહે તે માટે ચૌમાસી પ્રતિક્રમણનું આયોજન છે.
(૩) પ્રત્યાખ્યાનાવરણકષાય
(૧) સર્વવિરતિ ગુણને આવરે, તેનો ઉદય હોતે છતે સર્વવિરતિ ગ્રહણ કરવાનું મન ન થાય.
(૨) કાળ-પંદર દિવસથી વધારે અને ચાર માસથી ન્યૂન. (૩) અશુભ પરિણામ હોય. (૪) પ્રત્યા. ક્રોધ - રેતીમાં કરેલ રેખા જેવો.
અર્થાત્ રેતીમાં કરેલ લીટી પાંચ-પચીસ-પચાસ દિવસે જોરદાર પવન આવે અને ચાલી જાય તેમ જે ક્રોધ થોડાં સ્વાર્થથી થયો હોય