________________
કષાયમોહનીયકર્મ
વાંકી-ગોળ હોય તે સરળતાથી સીધી થઈ જાય છે તેમ સંજ્વલન માયા સરળતાથી દૂર થઈ જાય છે. જીવ જલ્દીથી પોતાની વક્રતા છોડી દે છે.
૮૯
પ્રત્યાખ્યાની માયા ગોમૂત્રની ધારા જેવી છે. જેમ ગોમૂત્રની ધા૨ વાંકીચૂંકી પડે અને કેટલાક ટાઈમે જોરદાર પવન આવે તે ધારની રેતીમાંથી મૂત્રધારા ચાલી થાય તેમ પ્રત્યાખ્યાની માયા થોડા પ્રયત્નથી દૂર થાય છે.
અપ્રત્યાખ્યાની માયા ઘેટાના શીંગડા જેવી છે. જેમ ઘેટાના શીંગડા સીધા કરવા માટે ઘણો પ્રયત્ન કરવો પડે છે તેમ અપ્રત્યાખ્યાની માયા ઘણા પ્રયત્નોથી દૂર થાય છે.
માયા સરળતાનો નાશ કરે છે.
આ માયાવાળાને હોઠ ઉપર મધ હોય હૃદયમાં હળાહળ ઝેર હોય. અનંતાનુબંધી માયા- વાંસના કઠણ મૂળ જેવી છે. જેમ વાંસનું કઠણ મૂળીયું કોઈ પ્રયત્ને સીધું થતું નથી તેમ અનંતાનુબંધી માયા કોઈપણ પ્રયત્નોથી દૂર થતી નથી.
માયાવાળો માણસ આંટીઘૂંટીવાળો મનનો મેલો બહારથી સારો, માટે વક્રતાની ઉપમા આપી છે. માયા રાગથી થાય છે.
(૪) લોભ : તૃષ્ણા, અભિલાષા, આકાંક્ષા, મૂર્છા, આસક્તિ, મમત્વ, અસંતોષ.
સંજ્વલન લોભ-હળદરના રંગ જેવો છે. જેમ હળદરનો રંગ સૂર્યના તડકાથી તરત જ દૂર થાય છે તેમ સંજ્વલન લોભ વસ્તુની ઈચ્છા થાય અને ન મળે તો પણ ભાગ્યને માની સંતોષ માની લે.
પ્રત્યાખ્યાની લોભ-કાજળ જેવો છે. જેમ કપડાં ઉપરનો કાજળનો ડાઘ થોડા પ્રયત્નોથી દૂર થાય છે તેમ પ્રત્યાખ્યાની લોભ થોડા પ્રયત્નથી દૂર થાય છે. જે મળે તેનાથી સંતોષ માની લે.