________________
૯૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
અપ્રત્યાખ્યાની લોભ-ગાડાની મળી જેવો છે. ગાડાની મળીનો ડાઘ ઘણા પ્રયત્નો કરવાથી દૂર થાય છે તેમ અપ્રત્યાખ્યાની લોભ વસ્તુને મેળવવા ઘણા પ્રયત્ન કરે છતાં ન મળે પછી મનવાળી સંતોષ માને.
અનંતાનુબંધી લોભ – કિરમજીના રંગ જેવો છે. પાકા રંગ જેવો કપડું ફાટે પણ કલર જાય નહીં તેમ અનંતાનુબંધી લોભ કોઈપણ પ્રયત્નથી દૂર થતો નથી અથવા અતિપ્રયત્ન દૂર થાય. કારણ કે જીવ ભવિતવ્યના યોગે સમ્યકત્વ પામે ત્યારે જાય.
લોભને રંગની ઉપમા આપી છે. કારણ કે રંગથી રાગ થાય, રાગથી તૃષ્ણા થાય, તૃષ્ણાથી લોભ થાય. તેથી લોભને રંગની ઉપમા કહી છે.
કષાય ચારિત્ર મોહનીય કર્મ : (૧) અનંતાનુબંધી કષાય :
(૧) સમ્યકત્વ ગુણને હણે એટલે અનંતાનુબંધીનો ઉદય હોય ત્યાં સુધી સમ્યત્વ ન પામી શકે.
(૨) કાળ-વરસ કરતાં વધારે રહે અને જીવનપર્યત પણ રહે. (૩) અતિતીવ્ર અશુદ્ધ પરિણામ હોય.
(૪) ઘણું કરીને આ કષાયના તીવ્ર પરિણામમાં વર્તતાને નરકનું આયુષ્ય બંધાય. નરક પ્રાયોગ્ય બંધ કરે.
(૫) અનં. ક્રોધ - પથ્થરમાં કરેલ લીટી (રેખા) જેવો. જેમ પથ્થર ઘસાય પણ પથ્થરનો લીસોટો જાય નહીં. તેમ જીવ નાશ પામે પણ કષાય-દ્વેષ અથવા રાગનો પરિણામ જાય નહિ.
એ રીતે દરેક દૃષ્ટાંતમાં સમજવું.