________________
L
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ સંજવલન માન-નેતરની સોટી જેવો છે. જેમ નેતરની વાળેલી સોટી સહેલાઈથી સીધી કરી શકાય છે તેમ સંજ્વલન માન થોડા પ્રયત્નોથી જલ્દીથી દૂર થઈ જાય છે.
પ્રત્યાખ્યાની માન લાકડા જેવો છે. જેમ લાકડાને યુક્તિથી ધીમે ધીમે વાળવાથી વાળી શકાય છે તેમ આ કષાય સમજાવવાથી અથવા નિમિત્તથી અથવા થોડો વધારે પ્રયત્ન કરવાથી દૂર થાય છે.
અપ્રત્યાખ્યાની માન હાડકા જેવો છે. જેમ હાડકું ઘણાં પ્રયત્નોથી મહામુશ્કેલીથી વાળી શકાય છે તેમ અપ્રત્યાખ્યાની માન ઘણા પ્રયત્નોથી મહામુશ્કેલીઓ દૂર થાય છે.
અનંતાનુબંધી માન પત્થરના થાંભલા જેવો છે. જેમ પત્થરનો થાંભલો કોઈપણ પ્રયત્નો કરવાથી વાળી શકાતો નથી. તેમ અનંતાનુબંધી માન કોઈપણ પ્રયત્નથી દૂર થઈ શકતો નથી. યાને આખી જિંદગી સુધી રહે છે.
માન વિનયનો નાશ કરનારો હોય છે.
માયાવદિ-નોમુત્તિ-મઢ-સિં-થર્વસિયૂનમ ! નોદ તિદ્વંગ-વ૬મ-વિલમ-રા-સીમાળો ૨૦ ||
શબ્દાર્થ ઃ મત્તેહિ = લાકડાની છાલ, ઢિસિં = ઘેટાના શિંગડાં, સિમૂન = મજબૂત વાંસના મૂલ, વંન = અંજન, દમ = કાદવ, કિમિ = કિરમજીના રંગ જેવો
ગાથાર્થ લાકડાની છોલ, ગોમૂત્રની ધાર, ઘેટાના શીંગડા અને વાંસના કઠણ મૂળ જેવી સંજ્વલનાદિ માયા છે. સંજવલનાદિ લોભ અનુક્રમે હળદર, કાજળ, કાદવ અને કરમજીના રંગ જેવો છે. ૨ll
વિવેચન : (૩) માયા-પ્રપંચ-દંભ-કપટ-વક્રતા-છેતરવું. સંજ્વલન માયા-લાકડાની છોલ જેવી છે. જેમ લાકડાની છોલ