________________
તેજ અને તિમિર
૩૯ સમતા ભાવમાં સ્થિત બનાવી શકાય છે. અને સામાયિક પણ સમતા ભાવની પ્રાપ્તિ માટે જ છે. નિશ્ચયથી તે આત્મા એ જ સામાયિક છે. ભાવ સામાયિકની પ્રાપ્તિ માટે દ્રવ્યસામાયિક છે. ભાવ સામાયિકનાં લક્ષે દ્રવ્ય સામાયિક થાય તો જ જીવનમાં સમતા આવે. બે ઘડીને કાળ પૂરો થાય એટલે સામાયિક પાળી લેવાય છે. પણ સમતા ભાવનાં સંસ્કાર રહી જવા જોઈએ.
ફરી પાછા મૂળ સ્વરૂપમાં સામાયિક કરીને ઘેર આવે હજી બે પાંચ મીનીટ ન થઈ હોય ત્યાં સાસુ વહુ વચ્ચે ઘણીવાર કછો થઈ જાય છે. ત્યાં કહેવું પડે કે સામાયિક કરી આવ્યા પણ સમતા ત્યાં ઉપાશ્રયમાં જ મૂકતા આવ્યા. આ કથન એક સાસુ વહુ માટે નહિ પણ દરેક માટે સમજવાનું છે. વર્ષોથી ધર્મ કરતા હોઈએ અને જીવનમાં સમતા ન આવે એ એમ સૂચવે છે કે ધર્મ ધર્મની રીતે થતો નથી. ઉપાશ્રયમાં સામાયિક પાળીને કટાસણા અને ચરવળાને ઘણાં ખીંટીએ ટીંગાડે છે. ભેગેભેગી સમતાને પણ ખીંટીએ ટીંગાડી દેતાં લાગે છે. સામાયિક પાળીને જેવા ઘેર ગયા હોય ને વહુમાંથી કેને કરમાંથી કેકે શેડીક ભૂલ કરી હોય ત્યાં તેની ઉપર વીજળીની જેમ તૂટી પડે. તરત જ મૂળ સ્વરૂપમાં આવી જાય. એ જ એમ સૂચવે છે કે ઉપાશ્રયમાંથી સામાયિક કરીને ઘેર આવનારાં સમતાને ત્યાંજ મૂકતા આવે છે. નહિતો તો કોકે ભૂલ કરી હોય તે શું તેને કાંઈ કહેવું હેય તે શાન્તિથી ન કહી શકાય.
સમતામાં રહેવા માટે સામાયિક કરવાની છે. સામાયિક તે માટે અભ્યાસ છે–ત્રસ હોય કે સ્થાવર હાય, શત્રુ હોય કે મિત્ર હાય સર્વ જીવો પ્રતિને જે સરખો સમભાવ તેને કેવળી ભગવંતનાં શાશનમાં સામાયિક કહેવામાં આવે છે. કોઈ પણ