________________
મને વિજ્ઞાન આત્મા પ્રતિ મનમાં રોષ ન રહે અને સર્વે પ્રતિ મનમાં સમભાવ આવી જાય તે જ સામયિક છે. સમતાની આત્મામાં આવક થાય એ જ સામાયિકને સ્પષ્ટ અર્થ છે. ઘરમાં દિકરી હોય કે વહુ હોય, ભણેલે દિકરે હોય કે અભણ હોય, કમાવનારે દિકરે હોય કે ઘરમાં બેસીને ખાનારો હોય બધાં ઉપર સમદષ્ટિ તે જ સામાયિક છે. કષાયોને નિરોધ એ પણ અપૂર્વ સિદ્ધિ
વિવેક કરે પણ મનમાં એક પ્રતિ રાગ ન જોઈએ. અને બીજા પ્રતિ દ્વેષ ન જોઈએ. કદાચ રાગદ્વેષ રહેતા હોય તે તેમાં તીવ્રતા ન રહેવી જોઈએ. જેમ જેમ સાધનાના માર્ગમાં આગળ ધપતા જઈએ તેમ તેમ અંદરના અત્યંતર શત્રુ નબળા પડવા જોઈએ. આ કાળે વીતરાગ ચારિત્ર નથી. સરાગ ચારિત્ર છે. પણઅંદરનાશત્રુઓને નબળાપાડી શકાય છે. સરાગ ચરિત્રમાં સવથા કષાય રહિતપણું નથી હોતું પણ ઉદયમાં આવતા કષાયને નિરોધ જરૂર કરી શકાય છે અને એ પણ કાંઈ જેવી તેવી સિદ્ધિ નથી. મહાન સિદ્ધિ છે. સાધ્યના લક્ષે આ કાળમાં પણ ધર્મ ક્રિયાઓ થાય તે અંદરના શત્રુઓ નબળા તે જરૂર પડે! જેમ અંદરના રાગદ્વેષાદિનું બળ તૂટે તેમ આત્માનું બળ વધે છે.
સ્વભાવદશાનું પરિણામ જ્ઞાનની સર્વારાધકતા એટલા માટે છે કે આત્મા ધારે તે પિતાના જ્ઞાન સ્વભાવમાં સદા રમણતા કરી શકે છે–આત્માને તમારે રમાડે જ છે તે જ્ઞાન સ્વભાવમાં રમાડો ! પરભાવમાં શા માટે જમાડે છે? ઉત્તરોત્તર આત્મામાં શુભ અધ્યવસાય લાવવા તેને જ સ્વભાવની રમણતા કહેવામાં આવે છે. અધ્યવસાય તે બદલાયા કરે પણ શુભની ધારા ન તૂટવી જોઈએ.