________________
૩૮
મને વિજ્ઞાન
સામા માણસનાં દિલને આઘાત લાગે તેવા કટુ વચને પણ કેઈને નહિ કહેવા જોઈએ. ત્યાં કોઈને હણવાની તો વાત જ કયાં રહી. સામા માણસની લાગણી દુભાય તેવા વચન કહેવા એ પણ એક પ્રકારની વાચિક હિંસા છે અને કોઈનું મનથી પણ ખરાબ ચિંતવવું એ માનસિક હિંસા છે. આ સમજણ એ જ જૈન દર્શનની ધેરી નસ છે–સામાના દેને. પણ ખ્યાલ એવી રીતે સુમધુર ભાષામાં આપવો જોઈએ કે તે જીવ હળકમી હોય તો સુધરી જાય. છેવટે અધર્મ તે ન જ પામે. કેઈને કાંઈ કહેવું હોય તો કહેવાની પણ રીત હોય છે.
જ્ઞાનની સર્વારાધકતા વ્યાસજીએ અને હરિભદ્રસૂરિએ અર્ધા અર્ધા કલાકમાં તે ઘણું કહી નાખ્યું છે. વિશ્વમાં જ્ઞાન અને જ્ઞાનીની બલિહારી છે. મોક્ષમાર્ગમાં પણ જ્ઞાન એ સર્વારાધક છે, તો કિયા એ દેશારાધક છે. ક્રિયાની અમુક કાળ મર્યાદા છે. જેમ સામાયિકને કાળ બે ઘડીને છે, તેમ પૌષધને પણ અમુક કાળ છે. ચાર પ્રહરનો. અથવા આઠ પ્રહરને પણ અમુક કાળતો નકકી જ છે. તેટલોકાળ પૂરો થાય કે તરત સામાયિક કે પૌષધ પારવાનું દિલ થઈ જાય એટલા માટે કિયા દેશારાધક છે. જ્યારે જ્ઞાનનેતેવી કાળમર્યાદા નથી. જીવ પોતાના જ્ઞાન સ્વભાવમાં નિરંતર રમણતા કરી શકે છે પછી વન વગડામાં કે કોઈ પર્વતની ગિરિકંદરામાં બેઠેલે હોય? જ્યાં બેઠો હોય ત્યાં જ્ઞાન સ્વભાવમાં રમણતા કરી શકે છે. જેમ દ્રવ્ય સામાયિકમાં પ્રતિજ્ઞાથી બદ્ધ થયા પણ ભાવ સામાયિકમાં આત્માને રાખવું હોય તે સદા કાળ માટે રાખી શકાય છે. સામાયિકને અમુક કાળ ખરે, પણ સમતા ભાવમાં આત્મને રાખે હેાય તો તેને કેઈ કાળ નથી. જો કે જીવનમાં અધ્યવસાયતો બદલાયા જ કરે છે, પણ અભ્યાસના બળે જીવને