________________
૨૦
મનોવિજ્ઞાન આવીને ઊભા છે છતાં ખૂંખારે સરખે પણ ખાતાં નથી, તમારા ઘર આંગણે આવેલો માણસ ઘંટડી વગાડે ત્યાં તમે દ્વાર ઉઘાડી આપે છે તેમ આટલે સુધી પહોંચ્યા પછી જે પુરુષાર્થની ઘંટડી વગાડો તે મોક્ષનાં દ્વાર ઉઘડી જાય.
કવિવર મેક્ષનાં દરવાજે આવી ઊભા છો પણ અંદર દાખલ થવાને એટલે કે મોક્ષપદની પ્રાપ્તિ અંગે હજી જે જોઈએ તે પુરુષાર્થ નથી. કેટલાંકને તો એમ પણ બોલતા સાંભળ્યા છે કે શું કરીએ ભાઈ? ધર્મ કરવાની તો ઘણી ઈચ્છા થાય પણ કર્મ
ક્યાં વિવર (માર્ગ) આપે છે?ભાઈશું કરીએ? હજી કર્મનું જોર બહુ છે, એમ બોલનારાઓને હું પૂછું છું કે કર્મનું જોર ગમે તેટલું હોય પણ સામે તમારો આત્મા પણ કયાં કમજોર છે? દરેકને આત્મા પણ અનંત શક્તિને ધણું છે. કર્મ ગમે તેટલા બળવાન હોય પણ અંતે તો તે જડ છે. જ્યારે આત્મા ચેતન છે. કર્મ સત્તાને હંફાવવાની તાકાત આત્મામાં પડેલી છે અને તે તાકાત અજમાવવાને અત્યારે તે તમને ખરેખરો અવસર મળે. છે, આમ છતાં મુખમાંથી નબળાં ઉગારે નીકળે છે તે જરાએ શેભારૂપ નથી. ધર્મ કરવાની ઘણી ઈચ્છા થાય પણ કર્મ કયાં વિવર આપે છે આવા ઉદ્ગારે અંદરના પુરુષાર્થને હણી નાખ - નારા છે આર્યદેશ અને ઉત્તમ કુળમાં મનુષ્ય ભવ મળે. દેવગુરુ
અને ધર્મની સામગ્રી મલી. સગુરૂને સુગ મળ્યો એ જ એમ ' સૂચવે છે કે કવિવર કરી જ આપેલો છે. એટલે સુધી પહોંચ્યાં પછી હવે કર્મને દોષ દેવે એ તો ઘોર અજ્ઞાન છે. સીત્તેરથી એંસી ફેટને રેડ હોય ને છતાં કોઈ માણસ કહે કે મારે ચાલવું છે 'પણ શું કરું? રસ્તો બહુ સાંકડો છે. ભાઈને પિતાને ચાલવું નથી ને રસ્તાને વાંક કાઢે છે. આ જીવની પણ તેવીજ હાલત છે. મનુષ્યભવાદિની સામગ્રી આ જીવ પાપે તેને અર્થ