________________
આત્મદમન
૨૧
એ છે કે, કર્મસત્તાએ તેને વિશાળ ધોરી માર્ગ કરી આપ્યો છે. પણ પોતાને પુરુષાર્થ કરે નથી એટલે દોષ કમને આપે છે. અને કેટલાકે તો વળી કાળને પણ દોષ દેતાં હોય છે. શું કરીએ? પડતો કાળ છે. આપણાથી કાંઈ બનતું નથી. આવા વચન ઉચ્ચારીને મનુષ્ય પોતાના પુરુષાર્થનાં વેગને ઢીલો પાડી દેતાં હોય છે. એટલું પણ વિચારતાં નથી કે આવા પડતાં કાળમાં જે આપણને લોકોત્તર એવા જિનશાશનની પ્રાપ્તિ થઈ છે. જિન શાશનની શીતળ છાયાને પામીને આવા પડતા કાળમાં પણ ઘણું સાધી શકાય છે.
એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયાદિ પર્યાયમાં રહેલા છે તો બિચારાં કર્મસત્તાની નીચે પૂરેપૂરા દબાયેલાં છે. નરક નિગોદમાં રહેલાં છવો ઉપર પણ કર્મસત્તાએ પોતાને બરબરને પગદંડે જમાવેલ છે. એ બિચારાં જીને કમેં વિવર આપે નથી એમ જરૂર માની શકાય. બાકી તમે એટલે સુધી પહોંચ્યા પછી હવે શાનાં રોદણાં રે છે? તમારે તે કર્મસત્તાની સામે હવે બરાબરની ટકકર ઝીલવાની છે. એટલે સુધી પહોંચેલે જીવ જ કર્મ સત્તા સામે લાલ આંખ કરી શકે. બાકી તો કમ મદારી વાંદરાની જેમ આ જીવને નચાવી રહ્યો છે. તેમાં કયાંયજીવને કારી લાગતી નથી, બાકી અત્યારે તમારા પુણ્ય તમને બરાબરની યારી આપી છે. ત્યાં તમે કુંભકર્ણની નિદ્રામાંથી જાગતા નથી. એટલે સુધી પહોંચેલાં તમે જે સ્વમાં જાગ્રત બનીને મેક્ષમાર્ગમાં ઉગ્રપણે પુરુષાર્થ જગાડે તો એકવાર આ કર્મમદારીનાં દાંત એવા ખાટાં થઈ જાય કે, ફરી તમારું નામ ન લે. કર્મની તાકાત ગમે તેટલી હોય, પણ જીવ જે એકવાર સ્વમાં જાગ્રત બને તે કર્મ સત્તાનાં હાથ એવા હેઠાં પડી જાય કે ફરી ઉચું માથું ન કરી શકે. કઈ પણ બળવાન શત્રુ સામે લડવું હોય તે ગમે તેવા બળવાન સૈનિકને પણ