________________
આત્મદમન
અનંત જીવરાશી ઘણાને એવી પણ ચિંતા થાય છે કે બધા જીવ મેક્ષે જશે તો આ સંસાર ખાલી થઈ જશે. તેવી જરાયે મનમાં ચિંતા રાખતા નહિ. સંસાર કેઈ કાળે ખાલી થઈ જવાનો નથી અને બધા જ કઈ કાળે મોક્ષે પહોંચી જવાના નથી. આ તે એક હકીક્ત છે અને છતાં પહોંચી જાય તો તમારે શી ચિંતા છે? બધા અનંત સુખના ભકતા અને તેને આપણને તો ઉલટો આનંદ હો જોઈએ. જો કે અત્યારસુધીમાં અનંત જીવો મોક્ષને પામ્યા છે છતાં ગમે તે સમયે કેવલી ભગવંતને પૂછવામાં આવે કે પ્રભુ! અત્યાર સુધીમાં કેટલા આત્માઓ મેક્ષને પામ્યા છે? કેવલી ભગવંત તરફથી ત્રણે કાળમાં એકને એક પ્રત્યુત્તર મળવાને છે કે અત્યાર સુધીમાં એક નિગોદને અનંતમ ભાગ સિદ્ધિ ગતિને પામ્યું છે ગમે તે સમયે પૂછો આ એકને એક પ્રત્યુત્તર મળશે.
સિદ્ધના જીવે પાંચમે અનંતે છે. અવિના જી. ચોથે અનંતે છે અને નિગેદના આઠમે અનંતે છે ચૌદરાજ લોકમાં નિગેદના અસંખ્ય ગૌલક છે. પ્રત્યેક ગલકમાં અસંખ્ય નિગોદ છે અને એક એક નિગોદમાં અનંત જીવરાશિ છે. આ તો સૂક્ષ્મનિમેદ અંગેની ઘટના છે લસણ, ડુંગળી વગેરે જે બાદરનિગોદ કહેવાય તેમાં પણ અનંતાનંત જીવરાશિ છે. હવે આટલી બધી જ્યાં જીવરાશિ છે ત્યાં સંસાર કયાંથી ખાલી થઈ જવાને છે? આ તો તમારે મહાન પુણ્યદય છે કે તમે મનુષ્ય ભવાદિની ઉંચામાં ઉંચી સર્વોત્તમ સામગ્રીને પામ્યા છે. માટે મોક્ષ માગમાં પુરુષાર્થ એ ઉગ્રપણે કરે કે મળેલી સામગ્રી સાર્થક થઈ જાય. તમારી ઉજ્વળ ભવિતવ્યતાએ તમને મુક્તિનાં મંગળ દ્વાર સુધી પહોંચાડી દીધા છે. પણ સામે તમારે, એટલે બધે પ્રમાદ છે કે દરવાજે