________________
૧૮
મને વિજ્ઞાન ઉપાય છે કે તારી પાસે જેટલું બળ છે. જેટલી તાકાત છે તેને ઈન્દ્રિયોને જીતી લેવા ઉગ્રપણે ફેરવ. ઈન્દ્રિયે, મન અને ચાર કષાયને જીતી લેવા એ જ ખરૂં આત્મ દમન છે. શમદમમાં તો આખાયે માર્ગને સાર છે. અંતરમાં ભવન ભય લાગ્યું હોય તો દમન એ કેઈ દુષ્કર વસ્તુ નથી ભવમાં જીવ આજકાલથી નથી ભમતો અનંત કાળથી ભમી રહ્યો છે. છતાં સંસારને હજી અંત આવ્યો નથી. ભવિ જીવ જ પરિભ્રમણને અંત લાવી શકે છે. અવિના પરિભ્રમણ કદી અંતન આવે. અંનતકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરતે આવ્યો છે. આમાં બેઠેલાઓમાં કેટલાને હવે ભવને થાક જણાય છે? અરર ! અનાદિ અનંતકાળથી આ મારો આત્મા ભવમાંભમતે આવ્યો છે. હજુ પરિભ્રમણને અંત ન આવ્યું. હું તે ભવિ હાઈશ કે અભવિ? ખરેખર ભવિ જીવને આ વિચાર આવતા તેની આંખમાંથી દડદડ આંસુ પડે. અંદરથી તેની નસેનસ ખેંચાય તે તે અંતરથી વિચારે કે આ રખડપાટને હવે અંત કયારે આવશે એ તો અંતરથી પરમાત્માને વિનવતો હોય કે નાથ ! હવે તે આ ભવમાં ભમી ભમીને થાક્ય-કઈ એવી કૃપા વરસાવે કે આ પરિભ્રમણને અંત આવે. અંતરની આ રીતની પરિણતીવાળા જીવને જ્ઞાનીએ ભવિ કહ્યો છે.
જેને મનમાં આ રીતને સંદેહથાય કે હું તે ભાવ હઈશ કે અભવિતે જીવ ભવિ છે તેમ સમજવું અથવા મેક્ષનાં સુખની વાત આવે કે જેના પ્રેમમ ખડાં થઈ જાય તે પણ ભવિ છે. ઘાતી કર્મના ક્ષય પછીનું સુખ એ કેઈ અપૂર્વ સુખ છે. મેક્ષમાં અનંત અવ્યાબાઘ સુખ છે. પૌગલિક સુખ એ તદ્દન કૃત્રિમ છે, જ્યારે મોક્ષનું સુખ જ વાસ્તવિક અને સાચું સુખ છે. આવી વાતેના શ્રવણમાં જેને ખૂબ રસ પડે તે જીવ નિયમા ભવિ છે અને સમજી લેવું કે તે મુક્તિ નગરનાં દરવાજે આવી ઊભે છે, ભવ સમુદ્રને કિનારે તેના માટે હવે ઘણે નજદીક છે.