________________
આત્મદમન
૧૭
પાઠે વિચાર આવવા જોઈએ કે આ હુ· મહાર ભાદિની કયાં અનુમેાદના કરી બેઠા ! ઉલટુ' મનમાં એમ થવુ જોઇએ કે જીંદગી ઘણી ટૂં...કી છે. આયુષ્યના કોઈ ભરેાસે। નથી. ટૂંકા ગાળાની જીંદગી માટે આવા મહાર ભ અને મહા પરિગ્રહાદિનાં પાપ મારેશા માટે આચરવા જોઈએ. આવી રીતની વિચારણાથી જીવની પરિણતીમાં ઘણી નરમાશ આવી જાય છે. આજે અહિ વ્યાખ્યાનમાં કોઈ મેટા ઉદ્યોગપતિ આવે તેા તમે તેને સૌની આગળ એસાડા છે એટલે કે તેનુ સ્થાન અહિં સૌની આગળ રહે છે, તેમ સમજી લેજો કે તે મનમાં જો મહાર’ભાદિના પાપ અ'ગે અરેરાટી પણ નહિ અનુભવતા હોય તે। ભવાંતરમાં નરક ગતિમાંયે તેનુ સ્થાન આગળ છે, જે સમયે અહિનાં મીલ, કારખાનાં કે ધનવૈભવ કોઈ તેનું રક્ષણ કરવાને સમર્થ નથી. વૈભવ કે માલમિલકતમાં જીવ અમસ્તા રાગ પેાખે છે. તે વૈભવાદિ ખરા સમયે જીવનુ કાઈ રક્ષણ કરવાને સમર્થ નથી. તપ સંયમમાં પરાક્રમફારવવા વડે કરીને જીવ પેાતે જ પેાતાનું રક્ષણ કરવાને સમર્થ છે અથવા તેવા સાચે રસ્તે ચડાવનારાં મહા પુરુ ષાથી જીવનુ રક્ષણ થશે. બાકી માવળ સાથે ખાથ ભીડવાની છે. ખીજા કેાઈથી જીવતું રક્ષણ થવાનું નથી.
મુક્તિ કિનારે
પૂ. ઉપાધ્યાય શ્રી. યશે।વિજયજી મહારાજ જ્ઞાનસાર નામે પેાતાના સ્વ. વિરચિત ગ્રંથમાં ફરમાવે છે કે,
बिभेषि यदि संसाराद् मोक्षप्राप्ति च कांक्षसि । तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फार पौरूषम् ॥ સંસારથી જો તું ભય પામ્યા હૈ। અને મેક્ષપદની પ્રાપ્તિને જો તું અંતરથી ઈચ્છતા હૈા તા તે માટેના આ એક જ અમેાઘ
ર