________________
ઉન્નતિના માગે
૩૩૭ જડવાદીઓનું વલણ જીવ કે ચેતના વિનાની વસ્તુઓ જેવી કે કંચન, મહેલ, મણિ–માણેક વગેરે જડ કહેવાય. જડવાદીઓ જગતના સર્વ પદાર્થોને સુખનાં સાધન માને છે. જેમ જેમ તેમને એહિક સુખની વધુ પ્રાપ્તિ થાય, જડ વસ્તુઓ વધુને વધુ મળે તેમ તેમ તેઓ ઉન્નતિના માર્ગે આગળ ધપી રહ્યા છે તેમ માને છે. પરંતુ આ જડવાદમાંથી કદી સાચા સુખની પ્રાપ્તિ થવાની નથી. સાચી ઉન્નતિ થઈ શકવાની નથી. કારણ કે જગતને જે પદાર્થો દ્વારા તે ઉન્નતિ સાધવા મથે છે તે જ પદાર્થો અનિયમિત ક્ષણિક અને નશ્વર છે. આવી વસ્તુઓ દ્વારા સાચી ઉન્નતિ થઈ શકે જ કઈ રીતે ? વળી એ જડ પદાર્થો પણ તમને તમારી ઈચ્છા મુજબ મળતા નથી. ત્યારે એમ કહી શકાય કે જડવાદથી ઉન્નતિ સાધવાને પ્રયત્ન કરવો તે હવામાં બાચકા ભરવા જેવું છે. ઝાંઝવા જળની પાછળ દોડી દોડીને થાકી જનાર અંતે એ જળની પ્રાપ્તિ વિના પ્રાણ ત્યાગ કરનાર મૃગ જેવી આ જડવાદીઓની સ્થિતિ છે. જે આ મૃગને મૃગજળ મળે તે જડવાદથી ઉન્નતિ સધાય. વળી, આ જડવાદીઓ કહે છે કે “કંચ મેવાના !”
સંયમ લે તે ભોગથી વંચિત થવા જેવું છે. તેણે પંચભૂતને જ સર્વસ્વ માન્યા છે. તેથી જ તેઓને આવી અવળી મતિ સૂઝે છે. સંયમ એ તે ખાંડાની ધાર પર ચાલવા જેવું કઠણ છે. વિરલા–બહાદુર હોય તે જ તે ધાર પર ચાલી શકે. દુર્બળ તો તે ધાર જઈને નાસી છૂટે. આપણે માનીએ છીએ કે, પાશ્ચાત્ય દેશમાં જડવાદ પૂરબહારમાં પ્રસર્યો છે, પરંતુ આપણું વર્તન કેવું છે? માત્ર અધ્યાત્મવાદ ૨૨