________________
(US
ઉન્નતિના માર્ગો
ઉન્નતિ યા પ્રગતિ સૌને પ્રિય છે. કલ્યાણને સૌ ઈચ્છે છે. એ ઉન્નતિના સાચા માર્ગો ગુરુ બતાવે છે. પરંતુ કઈ પણ પહાડના શિખર પર ચડવા માટે બળ–શારીરિક તાકાત જોઈએ તેમ ઉન્નતિના શિખર પર ચડવા માટે આત્મબળ જોઈએ. આ યુગમાં ઉન્નતિની ગુલબાંગે બહુ ફુકાય છે. જગતના મેટાભાગના છે જે જાતની ઉન્નતિ કપે છે તે તે માત્ર બાહ્ય દૃષ્ટિએ જ ઉન્નતિ છે. તે સાચી પ્રગતિ નથી. જ્ઞાનીઓ અંતરની દષ્ટિએ જ ઉન્નતિ સમજે છે અને તે જ ઉન્નતિ સાચી છે.
અદ્યતન યુગમાં ત્રણ માગે મુસાફરી કરી શકાય છે. જળ, આકાશ અને સ્થળમાર્ગે. એ જ રીતે જીવનમાં પણ: ઉન્નતિના ત્રણ માર્ગો છે. માનવજીવન એક પ્રકારની મુસાફરી. જ છે. આ ત્રણ માર્ગો આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક અથવા બીજા શબ્દોમાં કહીએ તે જડવાદ, બુદ્ધિવાદ અને અધ્યાત્મવાદ (આત્મવાદ) છે. જડવાદને સ્થળમાર્ગ સાથે, બુદ્ધિવાદને જળમાર્ગ સાથે અને આત્મવાદને આકાશમાર્ગ સાથે સરખાવી શકાય.