________________
અભાવ સન્નિપાત
૩૩૫
આ ત્રણની હયાતિમાં આત્માને આત્માનું યથાવસ્થિત સ્વભાવજનિત સુખ હેતું નથી, કારણ કે સ્વધાતુની વિષમતા થઈ જાય છે, અહિં ધાતુમાં ચૈતન્ય ધાતુ સમજવાની છે. જેમ શરીરમાં વાયુ પ્રમુખ દોષના વિકારથી શરીરની સાતે ધાતુ વિષમ બની જતા દેહધારી સંસારીઓને કામ ભેગાદિનું કિંઈ પણ સુખ પ્રાપ્ત થતું નથી. બસ તેજ પ્રમાણે રાગદ્વેષનાં લીધે ચૈતન્ય ધાતુ વિષમ બની જતાં આત્મિક સુખ પ્રાપ્ત થતું નથી. રાગાદિ ક્ષીણ થઈ જતાં સ્વરૂપ સમાધિનું સુખ અનુભવી શકાય છે અને આત્માને શાશ્વત એવા ભાવ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મહાપુરુષો ફરમાવે છે કે આલોકને વિષે જે ઉંચામાં ઉંચું કામસુખ છે અને દેવલોકના દેવેન્દ્રનું જે ઉંચામાં ઉંચું દિવ્ય સુખ છે તે રાગદ્વેષના ક્ષયથી પ્રાપ્તિ થતા વીતરાગતાના સુખની સોળમી કળાએ પણ પહોંચી શકતું નથી. માટે આ ભાવ સન્નિપાતથી રીબાતા જ માટે પર્વાધિરાજ પર્યુષણ એવંતરી સમાન છે. પર્વાધિરાજનું પ્રણિધાનપૂર્વક આરાધન કરવાથી નિશ્ચિતપણે આ ભાવ સન્નિપાતને ક્ષય થઈ જાય છે. અને આત્માને અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. સૌને એ અક્ષય સુખની પ્રાપ્તિ થાય એજ મહેચ્છા.
AHAGOGASHAHAHAHAHAHAHAH
અંતરમાં શાંતિરૂપી શીતળતા ઈચ્છતા હે તે જ પિતાના સ્વભાવમાં રમણતા કરવી અને અશાંતિ રૂપી વાળા ઈચ્છતા હે તે પરભાવમાં રમણતા
કરવી. સૌ શાંતિ ઈરછે છે માટે સ્વભાવમાં જ આ રમણતા કરવા જેવી છે. WADHAHAHHSSSSSHHHHHHHHHH