________________
૩૩૮
મને વિજ્ઞાન
કે આસ્તિકતાની વાતથી આત્મવાદ આવી જાય છે? તમે ચોવીસે કલાક દુન્યવી સાધનામાં પડ્યાં રહો અને પછી તમારી
તને તમે આસ્તિક કહેવરાવવા મથે તે યોગ્ય છે? તે પછી નાસ્તિક-આસ્તિક વચ્ચે ભેદ જ ક્યાં રહ્યો.
નાસ્તિક અને આસ્તિકનાં વિચાર, વાણી અને વર્તનમાં આમાન જમીનને ફેર હવે જોઈએ. જે રીતે જડવાદીઓ ઐહિક સુખ–સાધનમાં આગળ વધ્યા છે તેમ તમારે આત્મવાદમાં આગળ વધવું જોઈએ. તમારું વલણ આત્મવાદ તરફ જ હોવું જોઈએ. છેવટે ચોવીસ કલાકમાં એક કલાક તે તમારે આત્માના થઈ જવું જોઈએ.
નાસ્તિક અને આસ્તિક વચ્ચે તફાવત
નાસ્તિક-આસ્તિકના વર્તનમાં કઈ જાતને ભેદ હોય તે જરા વિસ્તૃત રીતે તપાસીએ.
નાસ્તિક જડમાં સર્વસ્વ માને છે અને તેને સર્વસ્વ માનીને સર્વ પ્રવૃત્તિ કરે છે, જ્યારે આસ્તિક જડ વસ્તુઓને તૃણવતુ ગણીને તેમાં ઉદાસીનભાવે વતે છે. જડવાદીનું જીવન પશુ કરતાં પણ ભયંકર છે. જડવાદી જાણે જડ થઈને જ અનેક વિધ પાપે કરે છે અને જડના મેહમાં અને ચિંતનમાં જડ થઈ જાય છે. જેમ પશુતાનું રટણ કરનાર માણસ જાણે પશુ જ બની જાય છે અને પરમાત્માનું ચિંતન કરનાર આસ્તિક–અધ્યાત્મી પ્રભુમય બની જાય છે. પાડાનું સદાય ચિંતન કરનારમાં તેના ગુણ તે આવેને? તે શિંગ-પુછ વગરના પાડા બની જાય છે. ત્યારે આવા જડવાદની પાછળ ઘૂમી રહેલાઓની બુદ્ધિ બહેર મારી ગઈ હોય તેમ નથી લાગતું?